મુખ્ય સમાચાર
News of Friday, 7th February 2020

ચિન્મયાનંદે જમીન પર છૂટ્યા બાદ આશ્રમમાં પૂજા-અર્ચના કર્યા : હજારો લોકોને ભોજન કરાવ્યું : NCC જવાનોએ સલામી આપી

હાઈકોર્ટના આદેશ બાદ જામીન મળતા મુમુક્ષુ આશ્રમમાં પૂજા અર્ચના કર્યા

નવી દિલ્હી : યૌન શોષણના આરોપી ચિન્મયાનંદ જામીન પર જેલમાંથી છૂટ્યા બાદ આશ્રમમાં પૂજા-અર્ચના કર્યા બાદ હજારો લોકોને ભોજન કરાવ્યું હતું. જ્યાં NCCના જવાનોએ તેમને સલામી પણ આપી હતી. કોર્ટના આદેશ બાદ ચિન્મયાનંદને જામીન મળ્યા છે. ત્યાર બાદ તેઓ પોતાના સમર્થકો સાથે આશ્રમ પહોંચ્યા હતા.

ચિન્મયાનંદના પરિવારના સભ્ય અમિત સિંહે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ બાદ જામીન મળતા મુમુક્ષુ આશ્રમમાં પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદ આપવામાં આવ્યો હતો, હજારો લોકોને ભોજન પણ કરાવ્યું હતું અને એનએસએસ દ્વારા ચિન્મયાનંદને સલામી પણ આપવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, લોની વિદ્યાર્થીની રહેલી યુવતીના ઘરે એક ગાર્ડ તથા તેમના પરિવારને એક ગનર સાથે સુરક્ષા આપવામાં આવી છે. જો કે, ચિન્મયાનંદ જ્યારે જેલમાં હતા, ત્યારે આ સુરક્ષા પાછી લેવામાં આવી હતી, પણ હવે ફરી સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(12:00 am IST)