મુખ્ય સમાચાર
News of Friday, 7th February 2020

ઇઝરાયેલી સેનાએ સીરિયામાં કરેલા હુમલામાં 12 ઇરાન સમર્થકનાં મોત

દમાસ્કસ અને દારા તથા નજીકનાં પ્રાંત કુનીતરામાં વિવિધ સ્થાનોને નિશાન બનાવાયા

નવી દિલ્હી : સિરિયામાં દમાસ્કસ નજીક ઇઝરાયેલનાં હવાઇ હુમલામાં ઇરાન સમર્થક 12 લડવૈયા માર્યા ગયા, બ્રિટન સ્થિત સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે આ માહિતી આપતા જણાવ્યું કે દમાસ્કસનાં દક્ષીણમાં કિસ્બા વિસ્તારમાં 7 વિદેશી આતંકીઓ માર્યા ગયા હતા 

ઓબ્ઝર્વેટરીનાં પ્રમુખ રામી અબ્દેલ રહેમાને જણાવ્યું કે દારા પ્રાંતનાં એઝરા વિસ્તારમાં એક ઇરાની સમર્થક સમુહનાં 5 સિરિયન સમર્થક માર્યા ગયા હતા

સિરિયાની સેનાનાં એક સુત્રનાં હવાલાથી સરકારી સમાચાર એજન્સી સનાએ જણાવ્યું કે આ હવાઇ હુમલામાં દમાસ્કસ અને દારા તથા નજીકનાં પ્રાંત કુનીતરામાં આવેલી વિવિધ સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા.

આ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી સુત્રએ જણાવ્યું કે હુમલામાં 8 આતંકીઓ ઘાયલ થયા, જો કે તેમના હોદ્દા અને રાષ્ટ્રિયતાની માહિતી મળી શકી નથી, ઇઝરાયેલની સેનાનાં એક પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવતા તેમણે હુમલા અંગે કાંઇ પણ જણાવવાનો ઇન્કાર કર્યો હતો.

(11:50 pm IST)