મુખ્ય સમાચાર
News of Thursday, 7th February 2019

રાયપુરમાં પત્રકાર સાથે મારપીટ મામલે અનોખું વિરોધ પ્રદર્શન : પત્રકારો હેલ્મેટ પહેરી ભાજપ નેતા સાથે વાત કરવા પહોંચ્યા

હેલ્મેટ પહેરી બાઈક રેલી કાઢી ;ભાજપ કાર્યાલય સામે સુત્રોચાર કર્યા

છત્તીસગઢના રાયપુરમાં પત્રકાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો તે બાદ પત્રકારોએ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. તમામ પત્રકારોએ રાયપુરમાં ભાજપના જિલ્લા પ્રમુખ રાજીવ અગ્રવાલ સામે પ્રદર્શન શરૂ કરી દીધુ છે

 . રાજીવ અગ્રવાલ સહિત ત્રણ અન્ય લોકોની પત્રકાર સુમન પાંડે સાથે મારપીટના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. બુધવારે જ્યારે તમામ પત્રકાર ભાજપ નેતા સાથે વાત કરવા માટે આવ્યા તો એ લોકોએ હેલ્મેટ પહેર્યુ હતુ. રાયપુર પ્રેસ ક્લબના અધ્યક્ષ દામુ અમેદરે કહ્યુ કે અમે વિરોધ કરવા માટે હેલમેટ પહેર્યુ હતુ.

  અમેદરે જણાવ્યુ કે હવે જ્યારે પણ ભાજપ નેતાની પ્રેસ કોન્ફરન્સ હશે કે સાઉન્ડ બાઈટ આપશે ત્યારે અમે પોતાની સુરક્ષા અંગે કોઈ પ્રકારનું જોખમ નહિ લઈ શકીએ એટલા માટે અમે હેલમેટ પહેરીને આમાં ભાગ લઈશુ.

 તેમણે જણાવ્યુ કે 500-600 સિટી રિપોર્ટર્સ હેલમેટ પહેરીની પોતાનો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. તે હેલમેટ પહેરીને અને બાઈક રેલી કાઢીને પત્રકાર સાથે મારપીટની ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે એક બાઈક રેલી કાઢીને પત્રકાર સાથે મારપીટની ઘટનાનો વિરોધ કર્યો.એક બાઈક રેલીનું આયોજન કર્યુ હતુ. આ દરમિયાન ભાજપ કાર્યાલય સામે પત્રકારો દ્વારા ખૂબ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

(10:15 pm IST)