મુખ્ય સમાચાર
News of Wednesday, 7th February 2018

રેણુકા ચૌધરીના હાસ્ય પર મોદીનો વ્યંગ :રામાયણ સિરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય મળ્યું

વડાપ્રધાને રેણુકા ચૌધરીના જોર જોરથી હસવાને ઈશારા-ઈશારામાં રામાયણકાળના રાક્ષસી સાથે સરખાવી દીધું

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સંસદના બંને ગૃહને સંબોધન કર્યું હતું જેમાં રાજ્યસભામાં સંબોધન વેળાએ મોદીને વાત પર કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીના જોર જોરથી હસવા લાગતા વડાપ્રધાને કટાક્ષમાં કહ્યું હતું કે રામાયણ સિરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે મોદીએ ઈશારા ઈશારામાં રેણુકા ચૌધરીના હાસ્યને રામાયણકાળના હાસ્ય સાથે સરખાવી દીધું હતું
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધન વેળાએ લોકસભામાં કોંગ્રેસએ ખૂબ હંગામો કર્યો હતો જ્યારે પીએમએ રાજ્સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સીનિયર નેતા રેણુકા ચૌધરી જોર-જોરથી હસી રહ્યા હતા. રેણુકાના હસવાના કારણે પીએમને ભાષણમાં મુશ્કેલી પડી રહી હતી મોદીએ વેંકૈયા નાયડૂને કહ્યું,‘સભાપતિજી મારી તમને વિનંતી છે કે રેણુકાજીના કશું જ ન કહો, રામાયણ સીરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે.અહીંયા પીએમ મોદી ઈશારા-ઈશારમાં રેણુકાની હસવાને રામાયણકાળની રાક્ષસી સાથે સરખાવી દીધું.

મોદીના આટલું કહેતા જ રાજ્યસભામાં હાજર બધા લોકો જોર-જોરથી હસવા લાગ્યા હતા રેણુકા ચૌધરીએ વડાપ્રધાનની આ ટિપ્પણીનો સખ્ત વિરોધ કરતા કહેતા રહ્યાં કે પ્રધાનમંત્રી કહે છે કે તે મહિલાઓનું સમ્માન કરે છે, પરંતુ મહિલાઓ પર આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી રહી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે રેણુકા ચૌધરી ત્યારે હસી હતી જ્યારે પીએમ મોદીએ કહ્યું કે આધારને કોંગ્રેસ પોતાની યોજના બતાવી પરંતુ 7 જુલાઈ 1998ના દિવસે આ જ ગૃહમાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે એવું કાર્ડ હશે જે નાગરિકતાની ઓળખનું સબૂત હશે. અહીંયાથી જ આધાર કાર્ડની શરૂઆત થઈ. મોદીના આટલું કહેતા જ રેણુકા હંસવા લાગ્યા.

(8:42 pm IST)