મુખ્ય સમાચાર
News of Thursday, 7th January 2021

કોરોના સામે જાગૃતિ રાખવા માટેની મહાનાયક અમિતાભ બચ્ચનની કોલર ટ્યુન બંધ કરો : આ ટ્યુન માટે તેઓ નાણાં વસુલે છે : અન્ય અનેક વોરંટીયર્સ વિનામૂલ્યે દેશના જરૂરિયાતમંદ નાગરિકોને જુદી જુદી રીતે સેવાઓ આપી રહ્યા છે : અનેક કલાકારો વિના મુલ્યે પોતાનો વોઇસ આપવા તૈયાર છે. : આ સંજોગોમાં કોલર ટ્યુન માટે મહાનાયકને ફી ચૂકવવી વ્યાજબી નથી : દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

ન્યુદિલ્હી : કોરોના સામે જાગૃતિ રાખવા માટેની મહાનાયક અમિતાભ બચ્ચનની કોલર ટ્યુન બંધ કરવા દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે.

રાકેશ નામક નાગરિકે કરેલી જાહેર હિતની અરજીમાં નમ્રતાપૂર્વક જણાવ્યું છે કે મહાનાયક અમિતાભ બચ્ચન આ કામ માટે યોગ્ય વ્યક્તિ નથી.તેઓ મોબાઈલ ઉપર પ્રસારિત કરાતી કોરોના વાઇરસ સામે જાગૃતિ રાખવા માટેની કોલર ટ્યુન માટે ફી વસુલ કરે છે.

અરજીમાં વિશેષમાં જણાવાયા મુજબ હાલના કોરોના વાઇરસના સંજોગોમાં દેશના અનેક વોરંટીયર્સ વિનામૂલ્યે નાગરિકોને જુદા જુદા પ્રકારની સેવાઓ આપી રહ્યા છે.એટલું જ નહીં અમુક મહાનુભાવો પોતાના ખર્ચે  જરૂરિયાતમંદ નાગરિકોને જુદા જુદા પ્રકારની સેવાઓ આપી રહ્યા છે.
આ સંજોગોમાં કોરોના વાઇરસ કોલર ટ્યુન માટે મહાનાયક યોગ્ય વ્યક્તિ નથી.તેમને આ કામ માટે નાણા ચૂકવવા વ્યાજબી નથી.અનેક કલાકારો વિનામૂલ્યે પોતાનો વોઇસ આપવા તૈયાર છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ ખુદ અમિતાભ બચ્ચન પોતે આ વાઇરસનો ભૉગ બની ચૂકેલા છે.એટલું જ નહિ તેમનો પરિવાર પણ કોરોના વાઇરસનો ભોગ બની ચુકેલો છે.તેથી તેમની સલાહ લોકોને ગળે ઉતરશે નહીં.

(9:23 pm IST)