મુખ્ય સમાચાર
News of Tuesday, 7th January 2020

ઉત્તરપ્રદેશના પૂર્વ આઈપીએસ દારાપૂરી અને કોંગ્રેસ કોંગ્રેસ નેતા સદફ જાફર જેલમાંથી છૂટ્યા

પ્રિયંકા ગાંધીએ કહ્યું અસત્ય કયારેય જીતી શકે નહીં.

લખનૌ : ઉત્તર પ્રદેશમા પૂર્વ આઈપીએસ અધિકારી દારાપૂરી અને કોંગ્રેસ નેતા સદફ જાફર જેલથી છુટી ગયા છે. જેને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કોર્ટે પુરાવા માંગતા યુપી પોલીસ મુંઝવણમા મૂકાઈ હતી. તેમણે કહ્યું અસત્ય કયારેય જીતી શકે નહીં.

  આ અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ' આંબેડરવાદી ચિંતક અને પૂર્વ આઈપીએસ શ્રી દારાપૂરી અને કોંગ્રેસ નેતા સદફ જાફરે જેલમાંથી મુક્ત થયા છે. કોર્ટ દ્વારા પૂરાવા માંગતા યુપી પોલીસ મુંઝવણમા મૂકાઈ હતી. ભાજપ સરકારે નિર્દોષ લોકો અને બાબા સાહેબની વિરાસતને આગળ વધારનારા લોકોની ધરપકડ કરીને તેમનો અસલી વિચાર દર્શાવ્યો છે. પરંતુ અસત્ય કયારેય જીતી શકતું નથી.

જયારે જેલમાંથી છુટયા બાદ કોંગ્રેસ નેતા સદફ જાફરે કહ્યું કે જેલ જવાથી હવે માર ખાવાની બીક દુર થઈ ગઈ છે. હું યોગીજીને ધન્યવાદ કહેવા માંગું છું. જ્યાં સુધી અમાનવીય કાયદો પરત લેવામા નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન પોલીસે સદફ જાફરની ધરપકડ કરી હતી.

(12:12 pm IST)