મુખ્ય સમાચાર
News of Tuesday, 7th January 2020

ભાજપે સમગ્ર ભારતને કાશ્મીર બનાવી દીધું: યશવંત સિંહા

JNUના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર રવિવરે થયેલા હુમલાથી 'સરકારી ગુંડા અને સરકારી પોલીસ'માં કોઈ ભેદ રહ્યો નથી

નવી દિલ્હી, તા.૭:  JNU હિંસા બાદ પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિંહાએ સોમવારે કેન્દ્ર સરકાર પર દમનકારી નીતિ અપનાવવાનો આરોપ લગાવતા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, સરકારે કાશ્મીરને દેશના અન્ય ભાગો જેવું બનાવવાનો દાવો કર્યો હતો પણ આનાથી ઉલટું થયું છે. ભાજપ છોડી ચૂકેલા સિંહાએ આ ટિપ્પણી જામિયા મિલિયા ઈસ્લામિયાની બહાર CAAના વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને સંબોધિત કરતા કરી. તેમણે એમ પણ કહ્યું કે, JNUના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર રવિવરે થયેલા હુમલાથી 'સરકારી ગુંડા અને સરકારી પોલીસ'માં કોઈ ભેદ રહ્યો નથી.

સિંહાએ કહ્યું કે, પોલીસ પર અસામાજિક તત્વોનો સાથ આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, તેઓ એ પાંચ સભ્યોના દળમાં શામેલ હતા જે પ્રતિબંધો છતાં ચાર વર્ષ પહેલા કાશ્મીર ગયા હતા અને સ્થાનીક લોકો તથા અન્ય સમૂહો સાથે વાત કર્યા બાદ કેન્દ્ર સરકાર માટે રિપોર્ટ કર્યો હતો. આમાં સમસ્યાના સમાધાન માટે વાતચીતનો પ્રસ્તાવ મૂકાયો હતો.

તેમણે કહ્યું કે, 'સરકારમાં રહેલા લોકોએ કાશ્મીરને દેશના બાકી ભાગો જેવું બનાવવાનો દાવો કર્યો હતો.. આજે પાંચ મહિના બાદ કાશ્મીર ભારતના કોઈ ભાગ જેવું નહીં પણ બાકી દેશને કાશ્મીર જેવો બનાવી દીધો છે.' તેમણે કહ્યું કે, જો કોઈ શોપિયાં, બારામુલા અથવા પુલવામા જાય તો તેને સુરક્ષાદળોની ભારે તેનાતી દેખાશે અને આવું જ પરિદ્રશ્ય દિલ્હીને પણ થઈ ગયો છે જયાં કોલેજોની આસપાસ ભારે સંખ્યામાં સુરક્ષાબળોને તેનાત કરવામાં આવ્યા છે.

JNUમાં થયેલા હુમલા પર સિંહાએ કહ્યું કે, 'તમે જયાં પણ જુઓ દમનચક્ર દેખાશે. પહેલા તે અવાજને દબાવવા માટે પોલીસનો પ્રયોગ કરતા હતા પણ હવે તે ગુંડાઓને પણ પ્રયોગ કરે છે. કાલે JNUમાં જે કંઈપણ થયું તે આ જ દેખાડે છે સરકારી પોલીસ અને સરકારી ગુંડાઓમાં જે ફરક હતો તે ખતમ થઈ ગયો. તેમણે કહ્યું કે, પોલીસ અહીં નિર્દોષ લોકોને જ નહીં, ગુંડાઓની મદદ કરે છે. આખા દેશમાં આ જ વિચિત્ર સ્થિતિ છે.'

(10:21 am IST)