મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

કેરળની કોર્ટે વિદેશી મહિલા પર બળાત્કાર અને હત્યાના કેસમાં ટુરિસ્ટ ગાઈડ સહિત બેને આજીવન કેદ ફટકારી

ઉમેશ અને ઉદય કુમારએ મહિલાને પહેલા ગાંજાની લાલચ આપી અને પછી જ્યારે તે ખૂબ જ નશામાં હતી ત્યારે તેના પર બળાત્કાર કર્યો.

કેરળની એક કોર્ટે લાતવિયન પ્રવાસી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં બે લોકોને આજીવન કેદની સજા ફટકારી છે.

33 વર્ષીય મહિલા જે તેની બહેન સાથે ભારત આવી હતી, તે 14 માર્ચ 2018ના રોજ દક્ષિણ કેરળના એક રિસોર્ટમાંથી ગુમ થઈ ગઈ હતી.

38 દિવસ પછી તેની ડેડ બોડી કોવલમમાંથી મળી આવી હતી. આ કેસમાં ટુરિસ્ટ ગાઈડ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મંગળવારે તિરુવનંતપુરમની સેશન કોર્ટે તેઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટને જાણવા મળ્યું કે ઉમેશ અને ઉદય કુમારએ મહિલાને પહેલા ગાંજાની લાલચ આપી અને પછી જ્યારે તે ખૂબ જ નશામાં હતી ત્યારે તેના પર બળાત્કાર કર્યો.

બંને બહેનો આયુર્વેદિક સારવાર માટે કેરળ આવી હતી. 21 એપ્રિલે માછીમારોને મહિલાની લાશ મળી હતી.

 

(7:28 pm IST)