મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

બ્રિટનની જેલના કેદીઓ સાથે પોલીસ કર્મચારી લડે નહીં, ઝઘડે નહીં કે ગુસ્‍સો ન કરે તેવુ સારૂ વાતાવરણ બનાવી કેદીઓ સાથે સારો વર્તાવ કરે તેવુ સુચવવામાં આવ્‍યુ

એચ.એમ. ઇન્‍સ્‍પેક્‍ટર ઓફ પ્રિઝન નામની તપાસ એજન્‍સી દ્વારા બ્રિટનના કેદીઓને સકારાત્‍મક વાતાવરણ પુરૂ પાડવાનો પ્રયાસ

નવી દિલ્‍હીઃ બ્રિટનમાં જેલમાં રહેલા કેદીઓને લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. જેલમાં સારૂ વાતાવરણ મળી રહે તે માટે જેલના કેટલાક નિયમો બદલવામાં આવ્‍યા છે. એચ.એમ. ઇન્‍સ્‍પેકટર ઓફ પ્રિઝન નામની સ્‍વતંત્ર તપાસ એજન્‍સી કેદીઓ માટે યોગ્‍ય વાતાવરણ સુનિશ્ચિત કરવાનું કામ કરે છે.

જ્યારે કોઈ વ્યક્તિ કે અસામાજિક તત્વો ખોટુ કામ અથવા તો કોઈને પરેશાન કરે છે, તો તેને જેલ હવાલે કરી દેવામાં આવે છે. જેલમાં મોકલવાનો હેતુ એટલો જ છે કે, તે વ્યક્તિ જેલમાંથી સારો માણસ બનીને બહાર આવી. આજકલ કેટલીક જેલોને કેદીઓને અનુરૂપ બનાવવામાં આવી રહી છે. જેના કારણે જેલમાં સારુ વાતાવરણ મળી શકે અને પોતાને એક સારો માણસ બની શકે. આ સંદર્ભમાં બ્રિટનમાં પણ જેલના કેટલાક નિયમો બદલવામાં આવ્યા છે. હવે પોલીસ કર્મચારીઓ દ્વારા કેદીઓને લડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં જેલમાં કેદીઓની સાથે થતા વ્યવહારને લઈ હેરાન કરી મૂકે તેવા સુઝાવ આપવામાં આવ્યા. તેને ઉદ્દેશ્ય છે કે, જેલમાં કેદીઓને એક સકારાત્મક વાતાવરણ મળી શકે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, H.M ઈન્સ્પેક્ટર ઓફ પ્રિઝન નામનાં રિપોર્ટમાં બ્રિટનની જેલમાં બંધ પોલીસ કર્મચારીઓને સલાહ આપવામાં આવી કે તેઓ કેદીઓ પર બિલકુલ પણ ગુસ્સો નહીં કરે. સાથે જ કેદીઓને લડવા પર પણ પ્રતિબંઘ મૂકી દેવામાં આવ્યો. આમ કરવાથી કેદી દુઃખી અને નારાજ થઈ જાય છે અને તેમના પર ખરાબ પ્રભાવ પડે છે.

સકારાત્મક વાતાવરણ બનાવવા પર ભાર મૂક્યો-

જોવા જઈએ તો, આ રિપોર્ટમાં જેલમાં રહેતા કેદીઓ માટે સકારાત્મક વાતાવરણ બનાવવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો. હકીકતમાં H.M ઈન્સ્પેક્ટર ઓફ પ્રિઝન નામની એક સ્વતંત્ર તપાસ એજન્સી છે જેનું કામ કેદીઓ માટે યોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરવાનું છે.

રિપોર્ટમાં ઉપાય આપવામાં આવ્યા-

રિપોર્ટમાં તો એમ પણ કહેવામાં આવ્યુ છે, કે જેલ એવી હોવી જોઈએ જ્યાં કેદીઓ માટે ઝાડ-છોડ, સુંદર મેદાનો, ફુલ અને તળાવ હોય. જેના કારણે કેદીઓની અંદર પોઝિટિવિટીનો વિકાસ થઈ શકે. આ રિપોર્ટમાં જેલની મહિલાઓ પર પણ વધારે ધ્યાન આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌથી મહત્વની વાત તો એ છે કે, હવે ઈંગ્લેન્ડમાં ઘણી જેલને કેદ કહેવાના બદલા રૂમ કહેવમાં આવે છે અને કેદીઓને રેસિડેન્ટ્સ કહેવામાં આવે છે.

(5:51 pm IST)