મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

દિલ્હી MCD ચૂંટણીમાં ભાજપને સત્તા જાળવવાનો પડકાર : આપ ની બમ્પર જીત :મોટાભાગના એક્ઝિટ પોલમાં દાવો

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલના પરિણામો મુજબ આમ આદમી પાર્ટી 149થી 171 બેઠકો, ભાજપને 69-91 બેઠકો ,કોંગ્રેસના ખાતામાં માત્ર 3-7 બેઠકો અને 5-9 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે

નવી દિલ્હી :દિલ્હીમાં 250 મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડના ચૂંટણી પરિણામો પર સૌની નજર ટકેલી છે. મુખ્ય પ્રતિસ્પર્ધીઓ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંનેએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે. ચૂંટણીના પરિણામો 7 સપ્ટેમ્બરે આવશે. પરંતુ આ પહેલા એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા જેમાં સીએમ અરવિંદ કેજરીવાલનો જાદુ જોવા મળી રહ્યો છે જ્યારે ભાજપનું પત્તુ કપાઇ તેવી શક્યતા છે.

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, આમ આદમી પાર્ટી 149થી 171 બેઠકો જીતી શકે છે જ્યારે ભાજપને 69-91 બેઠકો મળવાની આશા છે. તે જ સમયે, કોંગ્રેસના ખાતામાં માત્ર 3-7 બેઠકો આવી શકે છે. 5-9 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે.

 

એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, SMD ચૂંટણીમાં ભાજપને 35 ટકા વોટ મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીને 43 ટકા વોટ મળ્યા છે. આ સિવાય કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા છે. આમ આદમી પાર્ટીને 48 ટકા મહિલાઓ અને 40 ટકા પુરુષોએ વોટ આપ્યો છે. જ્યારે 34 ટકા મહિલાઓ અને 36 ટકા પુરુષોએ ભાજપને મત આપ્યો છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો 9 ટકા મહિલાઓ અને 11 ટકા પુરુષોએ પાર્ટીને વોટ આપ્યા છે.

 

 છેલ્લા 15 વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે. AAP અને તેના નેતા અરવિંદ કેજરીવાલ માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ દેશમાં 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પાર્ટીનો વિસ્તાર કરવા માંગે છે. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો તેમના માટે સારા સમાચાર લઈને આવે તેવું લાગી રહ્યું છે.

 MCD ચૂંટણીના પ્રચાર માટે ભાજપે તેના ટોચના નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ જેવા 19 કેન્દ્રીય મંત્રીઓ અને છ રાજ્યોના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને AAPના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો અને 70 માંથી માત્ર 8 બેઠકો જીતી હતી.

રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, દિલ્હીમાં કુલ મતદારોની સંખ્યા 1,45,05,358 છે, જેમાં 78,93,418 પુરૂષો, 66,10,879 મહિલાઓ અને 1,061 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. MCD ચૂંટણીમાં 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. નવા સીમાંકન બાદ આ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે.

 

(12:00 am IST)