૨૦.૪૨ કરોડના પેકેજ ઉપરાંત ૧૧૦૦ ઓફ
IIT ખડગપુરે રચ્યો ઈતિહાસ
નવીદિલ્હીઃ IIT ખડગપુરે ઈતિહાસ રચી દીધો છે. તેને આ વર્ષે IITના ઈતિહાસમાં સૌથી વધુ ૧,૧૦૦ પ્લેસમેંટ ઓફર મળી. જેમાં ૨.૪૦ કરોડ રૂપિયા પ્રતિ વર્ષથી વધુનું પેકેજ સામેલ છે. IIT ખડગપુરના વિદ્યાર્થીઓને વિભિન્ન કંપનીઓ તરફથી ૩૫ આંતરરાષ્ટ્રીય ઓફર મળી. સંસ્થાને એક નિવેદનમાં જણાવ્યું કે, બે પ્રમુખ નિયોકતાઓએ ૨.૪૦ અને બે કરોડ રૂપિયાના પેકેજ સાથે મોટો પ્રસ્તાવ આપ્યો છે. આ ઉપરાંત એક કરોડ રૂપિયાથી વધુની ૨૦ ઓફર મળી. મહામારી છતાં IIT, ખડગપુરને દેશના અન્ય મુખ્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં સૌથી વધુ પ્રસ્તાવ મળ્યો છે.
અન્ય પણ પાછળ નહીં
હાઈ પેકેજ પ્લેસમેન્ટ મામલે IIT રુડકી, ગુવાહાટી અને બોમ્બે પણ વધુ પાછળ નથી.
IIT પ્લેસમેંટ રીપોર્ટ અનુસાર આ વર્ષે IIT દિલ્હી, બોમ્બે, રૂડકી, મદ્રાસને મળેલ પે-પેકેજમાં અનેક ગણો વધારો થયો છે.