મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

વડાપ્રધાન મોદી અને કેન્‍દ્રીય મંત્રીઓને મળતા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા

રાજકોટ : ગુજરાતના પંચાયત, શ્રમ રોજગાર, ગ્રામ વિકાસ વગેરે વિભાગોના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ નવી દિલ્‍હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને અન્‍ય કેન્‍દ્રીય મંત્રીઓની મુલાકાત લઇને શુભેચ્‍છાની આપ-લે કરી હતી વડાપ્રધાનને તેમણે શાલ ઓઢાડી અને સ્‍મૃતિ ચિન્‍હ આપી સન્‍માનિત કરેલ. ૧પ મીનીટ જેટલી મુલાકાતમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ, પંચાયત વિભાગની યોજનાઓ વગેરે મુદ્દાઓની ચર્ચા થયેલ અને જુની યાદો વર્ણવી હતી. શ્રી બ્રિજેશ મેરજાએ કેન્‍દ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોતમ રૂપાલા, આરોગ્‍યમંત્રી શ્રી મનસુખ માંડવિયા, શ્રમ રોજગાર મંત્રી શ્રી ભૂપેન્‍દ્ર યાદવ, પંચાયત મંત્રી ગિરિરાજસિંહજી, સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ વગેરેને મળી ગુજરાતની તેમના વિભાગોને લગતી ચર્ચા કરી હતી.



 

(11:41 am IST)