મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

બુલંદશહરમાં RLD નેતાનાં કાફલા પર અંધાધુંધ ગોળીબાર : 50 રાઉન્ડ ગોળીઓનું ફાયરિંગ :એકનું મોત: પાંચ ઘાયલ

RLD નેતા હાજી યુનુસના કાફલા પર ભાઈપૂર ગામ પાસે સ્વચલિત હથિયારો વડે બદમાશોએ હુમલો કર્યો :હાજી યુનુસ એક લગ્ન સમારંભમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.

બુલંદ શહેરમાં RLD નેતાનાં કાફલા પર જોરદાર  ફાયરિંગ થયું હતું. જેમાં પાંચ લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. RLD નેતા હાજી યુનુસના કાફલા પર રવિવારે ભાઈપૂર ગામ પાસે સ્વચલિત હથિયારો વડે બદમાશોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન હાજી યુનુસ એક લગ્ન સમારંભમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. 

હાજી યુનુસના જણાવ્યા અનુસાર 5 અજાણ્યા હુમલાખોરોએ તેઓના કાફલા પર હુમલો કર્યો હતો. અને ગોળીઓ ચલાવી હતી. 

 મળતી જાણકારી અનુસાર આ ફાયરિંગમાં 50 રાઉન્ડ જેટલી ગોળીઓ છૂટી હોવાની માહિતી સામે આવી હતી. પાંચ લોકો કારમાં આવ્યા હતા અને લગ્નમાંથી પરત ફરી રહેલા હજી યુનુસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 

ઘટનાની સૂચના મળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગાં થઈ ગયા હતા. હજી યુનુસનો આરોપ છે કે તેઓ છેલ્લા 5 મહિનામાં હત્યાની આશંકાથી એસએસપીએ સુરક્ષાની માંગ કરતાં આવ્યા છે પરંતુ તેઓને કોઈ પ્રકારની સુરક્ષા આપવામાં આવી નથી. 

આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલતને ગંભીર રીતે જોતાં દિલ્હી હાયર સેન્ટર પર રેફર કરવા પડ્યા હતા. 

હાજી યુનુસને આ ઘટના પાછળ પોતાનાં મોટા ભાઈ હજી અલીના દીકરા અનસ પર શંકા છે. તે પોતાના પિતાની હત્યાના કેસમાં ડાસના જેલમાં કેદ છે. એસેસપી સંતોષ કુમાર સિંહનું કહેવું છે કે જેલમાં બંધ અનસની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. જલ્દી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. 

(10:37 pm IST)