મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

સગીરા સાથે બળાત્કારના દોષિતોને દયા અરજીનો અધિકાર આપવાની જરૂરી નથી : રાષ્ટ્રપતિ કોવિંદ

પોસ્કો એક્ટમાં આવનાર ઘટનામાં દયા અરજીના અધિકારથી વંચિત રાખવા જોઈએ

 

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે પોક્સો કાનૂનની અંદર આવનારી ઘટનાઓમાં અભિયુક્તોને દયાના અધિકારથી વંચિત કરવા જોઈએ. તેમને આ પ્રકારનો કોઈ અધિકાર આપવાની જરુરી નથી. રાષ્ટ્રપતિએ માઉન્ટ આબુમાં બ્રહ્મકુમારીના મુખ્યાલયમાં સામાજિક પરિવર્તન માટે મહિલા સશક્તિકરણ પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન દરમિયાન આ વાત કહી હતી. મહિલાઓ અને બાળકો સામે થનાર અપરાધનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ પ્રકારના જે અભિયુક્ત હોય છે તેમને સંવિધાનમાં દયા અરજીનો અધિકાર આપવામાં આવ્યો છે અને મેં કહ્યું છે કે તેના પર તમે પુર્નવિચાર કરો.

  રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પોસ્કો એક્ટમાં આવનાર ઘટનાઓમાં તેમને દયા અરજીના અધિકારથી વંચિત કરી દેવામાં આવે. તેમને આ પ્રકારના કોઈ અધિકારની જરુર નથી. આ વિશે પગલાં સંસદે ભરવાના છે. કોવિંદે કહ્યું હતું કે હવે એ આપણી સંસદ પર નિર્ભર કરે છે. તેમાં એક સંવિધાન છે અને તેમાં સંશોધન પણ તે દિશામાં આપણા બધાનો વિચાર એક સાથે આગળ વધી રહ્યો છે.

(11:52 pm IST)