મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

સીએમ ઉદ્ધવ ઠાકરેની પીએમ સાથે પ્રથમ મુલાકાત :ડીજીપી- આઈજીપી કોન્ફ્રન્સમાં ભાગ લેવા પુના પહોંચ્યા મોદી: એરપોર્ટ પર સ્વાગત કરાયું

રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આવકાર્યા

 

પુના " વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુનામા આયોજીત ડીજીપી અને આઈજીપી કોન્ફેસમાં ભાગ લેવા માટે પુના પહોંચી ગયા છે. ત્યાં તેમના પહોંચતા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ, સીએમ ઉદ્ધવ ઠાકરે અને નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું. હતું

ઉદ્ધવ ઠાકરેના મહારાષ્ટ્રના સીએમ બન્યા બાદ તેમની પીએમ સાથે પહેલી મુલાકાત હતી. પીએમ મોદી રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ડીજીપી અને આઈજીપી કોંન્ફેસમાં ભાગ લેશે.

(11:41 pm IST)