મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

એક કાનૂન બને જેને લઇ રેપ કેસની સુનાવણી સીધી સુપ્રિમ કોર્ટમાં થાયઃ શિવસેના સાંસદની ટિપ્‍પણી

હૈદરાબાદ ગેંગરેપ અને હત્‍યાના કેસના આરોપીઓને એન્‍કાઉન્‍ટર પછી શિવસેના સાંસદ અરવિંદ સાવંતએ શુક્રવારના લોકસભામાં કહ્યું કે એક કાનુન બનાવવામા આવે જેને લઇ  રેપ અને મહિલાઓ વિરૂદ્ધ અન્‍ય અપરાધોની સુનાવણી સીધી સુપ્રિમ કોર્ટમા થાય.

એમણે કહ્યું કુ હજુ સુનાવણી નીચલી અદાલતથી શરૂ થઇ ઉપરીય અદાલતો અને પછી રાષ્‍ટ્રપતિ સુધી જાય છે.

સાવંતએ કહ્યું કે નિર્ભયા કેસને ૭ વર્ષ થઇ ગયા તેલંગાણા પોલીસે સાચુ કર્યુ કે ખોટું લોકો એમને આર્શીવાદ આપી રહ્યા છે.

(11:13 pm IST)