મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ભ્રષ્‍ટાચાર મામલે જેલમાં બંધ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયાના વકીલ કેસર કમાલને તેમના કાનૂની ફર્મમાં એક જુનીયર વકીલની પત્ની સાથેના કથિત લગ્નેતર સંબંધના આરોપમાં ધરપકડ

ઢાકા: ભ્રષ્ટાચાર મામલે જેલમાં બંધ બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયાના વકીલ કેસર કમાલને તેમના કાનૂની  ફર્મમાં એક જૂનિયર વકીલની પત્ની સાથે કથિત લગ્નેતર  સંબંધના આરોપમાં ધરપકડ કરાયા છે. એક મીડિયા રિપોર્ટમાં ગુરુવારે તેને સત્તાવાર સમર્થન મળ્યું છે. બીડી ન્યૂઝ 24ના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે કમાલને બુધવારે ધરપકડ કરાયો હતો.

કલાબગન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસદુજ્જમાના જણાવ્યાં મુજબ વકીલ અતીકુર્રેહમાને બુધવારે એક મામલો નોંધાવ્યો હતો જેમાં તેમણે પોતાની પત્ની પર દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પત્નીની કમાલની કારમાં બેસતા જોઈ હતી.

અસદુજ્જમાએ  કહ્યું  કે અતીરુર્રેહમાન તથા કેસર સાથે જબરદસ્ત દલીલો થઈ અને ત્યારબાદ આસપાસ ભીડ ભેગી થઈ ગઈ હતી. પછી પોલીસ પહોંચી અને કેસરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

અતીકુર્રેહમાને ફરિયાદમાં કહ્યું કે ફેબ્રુઆરી 2018થી કમાલનો તેની પત્ની સાથે લગ્નેત્તર સંબંધ ચાલી રહ્યો છે.

(4:56 pm IST)