મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

૧૦થી ૪૦ ડિસેમ્બર સુધી ભારતીય સ્ટેટ બેન્કની ડિઝીટલ એપ યોનો ઉપર શોપિંગ ફેસ્ટીવલઃ જબરદસ્ત ડિસ્કાઉન્ટ

અમદાવાદ :ઓનલાઈન શોપિંગના શોખીનો માટે શોપિંગ કરવાની મોટી તક મળી રહી છે. ભારતીય સ્ટેટ બેંકે પોતાના ડિજીટલ એપ YONO પર શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. YONO પર શોપિંગ ફેસ્ટિવલની આ બીજી એડિશન આવવાની છે. આ શોપિંગ ફેસ્ટિવલ 10 ડિસેમ્બરથી શરૂ થઈને 14 ડિસેમ્બર સુધી ચાલશે. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઓનલાઈન સેલમાં તમામ આઈટમ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ભારતીય સ્ટેટ બેંકના એમડી (રિટેલ એન્ડ ડિજીટલ બેંકિંગ) પી.કે ગુપ્તાના જણાવ્યા અનુસાર, ગત યોનો સેલમાં જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળ્યા બાદ એકવાર ફરીથી YONO શોપિંગ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે.

આ શોપિંગ ફેસ્ટિવલમાં યોનો યુઝર્સ માટે વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસ પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત એસબીઆઈના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 10 ટકા અલગથી કેશબેક આપવામાં આવશે. ફેસ્ટિવલમાં ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ગિફ્ટ, જ્વેલરી, ફર્નિચર, ટૂર પેકેજની ખરીદી અને હોટલ બુકિંગ પર 5 થી 50 ટકા સુધી છૂટ મળશે.

એટલું જ નહિ, શોપિંગ માટે એસબીઆઈએ એમેઝોન, લાઈફસ્ટાઈલ સ્ટોર, થોમસ કુક, ઈજીમાઈ ટ્રિપ, ઓયો, પેપરફ્રાઈડ સહિત અનેક ઈ-કોમર્સ કંપનીઓ સાથે કરાર કર્યા છે.

(4:56 pm IST)