મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

પરીણિત દંપતિને પેન્શન આપશે મોદી સરકાર, વર્ષના રૂ.૭૨૦૦૦

નવી દિલ્હી, તા.૬:મોદી સરકાર દ્વારા પરીણિત દંપતિ માટે એક ખાસ ભેટ આપવામાં આવી છે. સરકારની નવી સ્કીમ અનુસાર, દરેક દંપતિને પેન્શન રૂપે ૭૨ હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજનાને National Pension Scheme for Traders and Self-Employed Persons (NPS-Traders) નામથી શરૂ કરવામાં આવી છે.

જોકે આ માટે દંપતિએ દર મહિને ૨૦૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારબાદ જ તેઓ પેન્શનના હકદાર બનશે. આ સાથે જ ૩૦ વર્ષ અને તેનાથી મોટા લોકોને પેન્શન મળશે.

આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવા માટે બેંકમાં બચત કે જનધન ખાતુ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે, રજિસ્ટેશન પ્રોસેસમાં ૨ થી ૩ મિનિટનો સમય લાગે છે. આ સાથે જ માસિક હપ્તો રજિસ્ટ્રેશન કરાવતી વ્યકિતના આધારે ૫૫ થી ૨૦૦ રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવે છે.

એટલે જો કોઇ વ્યકિતની ઉંમર ૩૦ વર્ષ છે તો આ યોજના અંતર્ગત તેને દર મહિને ૧૦૦ રૂપિયા રોકાણ કરવાનું રહેશે. એટલે કે વર્ષના ૧૨૦૦ રૂપિયા રોકાણ કરવાનું રહેશે. આ રીતે કુલ ૩૬,૦૦૦ રૂપિયા જમા કરવાના રહેશે. ૬૦ વર્ષની ઉંમર બાદ એ વ્યકિતને દર મહિને ૩૦૦૦ મળશે અને વ્યકિતના મૃત્યુ બાદ તેની જીવનસાથીને દર મહિને પેન્શનનો અડધો ભાગ એટલે કે ૧૫૦૦ રૂપિયા મળશે.

જો આ યોજના માટે પતિ-પત્ની બંને યોગ્ય હોય તો, બંને આનો હિસ્સો બની શકે છે, જેથી ૬૦ વર્ષના થાય ત્યારે બંનેને ભેગા મળીને ૬ હજાર રૂપિયા દર મહિને મળશે. એટલે કે, વર્ષના ૭૨ હજાર પેન્શન મળશે. આ સ્કીમનો ફાયદો એ લોકો પણ ઉઠાવી શકે છે, જેમનું વાર્ષિક ટર્ન ઓવર GST અંતર્ગત ૧.૫ કરોડ કરતાં ઓછું હોય અને તેમાં બધા જ દુકાનદાર, ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચેમા છૂટક વ્યાપારીનો સમાવેશ થાય છે.

(4:03 pm IST)