મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ઝારખંડના નિષ્ણાતોએ રેતી અને લાકડાના ભૂસા પર ટમેટાં, કાકડી, લસણ ઉગાડયાં

નવી દિલ્હી,તા.૬: શહેરીકરણ અને વધતી જતી વસ્તીને કારણે ખેતીપેદાશ થઈ શકે એવી જમીન દ્યટી રહી છે ત્યારે જમીન અને માટી વિના પણ ચીજો ઊગી શકે એવા પ્રયોગો ઝારખંડના રાયપુરમાં આવેલી ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીએ શરૂ કર્યા છે જેમાં નિષ્ણાતોને હવામાં ખેતી કરવાના પ્રયોગમાં દ્યણેઅંશે સફળતા મળી છે. આ પહેલાં હાઇડ્રોપોનિકસ સિસ્ટમ દ્વારા સઙ્ખલડ, પત્ત્।ાંવાળી ભાજીઓ, સ્ટ્રોબેરી જેવી ચીજો ઉગાડી શકાય છે. એમાં પાણીમાં ખેતી થાય છે. જોકે હવામાં ખેતી કરવાની એટલે એરોપોનિકસ સિસ્ટમ માટે પણ હવે આશાનું કિરણ જાગ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એમ કરીશું તો જ પડતર અને બંજર પડેલી જમીનનો સરસ ઉપયોગ થઈ શકશે. આ વૈજ્ઞાનિકોએ રેતી અને લાકડાના ભૂસા પર ફૂલ, કોબીજ, કોથબીર અને પાલક જેવી ચીજો ઉગાડવાનો પ્રયોગ કર્યો છે. આ પહેલાં તેમરે લાકડાનું ભૂસું વાપર્યું હતું પણ એની પડતર કિંમત વધુ હોવાથી નારિયેળ અને દ્યઉંના ભૂસાનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે તો કોઈ પણ ધાનના ભૂસાનો પણ ઉપયોગ કરી શકાશે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. એ ધાનના ભૂસા પર ટમેટાંનો છોડ પંદર ફૂટ જેટલો ઊંચો થઈ ગયો છે જે દસ મહિના સુધી પાક આપી શકે છે. માટીના વિશેષજ્ઞ અને કૃષિ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર ડો.

એસ.કે. પાટિલનું કહેવું છે કે, 'હાઇડ્રોપોનિકસ અને એરોપોનિકસ ભવિષ્ય માટે બહુ જ લાભદાયક છે. જમીન દ્યટી રહી છે અને પડતર બની રહી છે ત્યારે આ વધુ સારો વિકલ્પ છે અને એનાથી ફસલની કવોલિટી પણ સુધરે છે. ઇઝરાયલમાં આ પ્રયોગ સફળ થયો છે અને હવે અહીંના ખેડૂતોને એની તાલીમ આપવામાં થોડોક સમય લાગશે પણ એક વાર થયા પછી એના ફાયદા અનેક છે'

(4:19 pm IST)