મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ડુંગળીના વધતા જતા ભાવથી મોદી સરકાર ચિંતિતઃ સાંજે અમિત શાહે બોલાવી હાઇલેવલ મીટિંગ

ડુંગળીના ભાવ ૧૪૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે ગુરૂવારે સવારે ૨૦ રૂપિયા વધીને ૧૬૦ રૂપિયા થઇ ગયો છે

નવી દિલ્હી, તા.૬: દેશભરમાં ડુંગળીના ભાવમાં અતિશય વધારો થતાં મોદી સરકાર પણ ચિંતિત છે. આ સંદર્ભમાં આજે સાંજે ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં એક હાઇલેવલ મીટિંગ બોલાવવામાં આવી છે. મંત્રીઓના સમૂહની આ મહત્વપૂર્ણ બેઠકમાં અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ પટેલ, કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાન, કૃષિ મંત્રી નરેંદ્ર તોમર હાજર હોય.

તો બીજી તરફ ડુંગળીના વધતા જતા ભાવ પર ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરી સ્પષ્ટતા આપી છે કે બજારમાં ડુંગળીના વધતી જતી કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકાર દરેક પ્રયત્ન કરશે. આ વિશે મોનસૂનમાં એક મહિનો મોડું થતાં ડુંગળીના વાવેતરમાં મોડું પણ થયું અને ગત વર્ષથી ઓછા વિસ્તારમાં વાવેતર કરવામાં આયું છે. જેથી તેનું ઉત્પાદન દ્યટ્યું અને નવો પાક બજારમાં આવતા મોડું થઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે ડુંગળી ઉત્પાદક પ્રમુખ મુખ્ય રાજયો કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ખૂબ ભારે વરસાદ થતાં ડુંગળીના પાકને નુકસાન થયું છે, જેથી ડુંગળીનું પરિણામ ૨૬્રુ ઓછું થયું છે.

ડુંગળીની કિંમત આકાશને આંબી રહી છે. સરકારના લાખો પ્રયત્નો છતાં ડુંગળીના ભાવમાં કોઇ દ્યટાડો થઇ રહ્યો નથી. પરંતુ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે સામાન્ય જનતા હવે ડુંગળીના નામથી ડરવા લાગી છે. કલકત્ત્।ા માં તો ડુંગળીના ભાવમાં આગ લાગી ગઇ છે. અહીં છુટક બજારમાં ૧૬૦ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. દેશના અન્ય રાજયોની વાત કરીએ તો દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર સહિત ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ડુંગળી ૧૨૦થી માંડીને ૧૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

જાણકારી અનુસાર બુધવારે (૪ ડિસેમ્બર) સાંજ સુધી ડુંગળીના ભાવ ૧૪૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે ગુરૂવારે સવારે ૨૦ રૂપિયા વધીને ૧૬૦ રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ એક બોરીની કિંમત જથ્થાબંધ બજારમાં ૪૮૦૦ રૂપિયા હતી. મંગળવારે રાત્રે આંધ્ર પ્રદેશથી બંગાળમાં ૨૧ ટ્રક ડુંગળી પહોંચી હતી પરંતુ બુધવારે રાત્રે ફકત ૧૧ ટ્રક જ પહોંચી જેના લીધે રાતોરાત ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

કલકત્ત્।

 ૧૬૦ રૂપિયા

માલદા

 ૧૨૦- ૧૩૦ રૂપિયા

બુર્ધવાન

 ૧૫૦ રૂપિયા

અલીપુરદૌર

 ૧૨૦ રૂપિયા

દુર્ગાપુર

 ૧૨૦- ૧૨૫ રૂપિયા

હુબલી

 ૧૪૦ રૂપિયા

નાદિયા

 ૧૨૦ રૂપિયા

(11:53 pm IST)