મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ભારતીય સૈનિકોના મોત આતંકવાદ કરતા સ્ટ્રેસથી વધારે

ર૦૧૬ થી ર૦૧૮ વચ્ચે લગભગ ૧૦૦ અર્ધલશ્કરી જવાનોના મૃત્યુ નીપજતા

છતીસગઢ : છતીસગઢના નારાયણપુર જીલ્લામાં આવેલા કેમ્પ ખાતે ઇન્ડો તીબેટની બોર્ડર પોલીસની ૪પમી બટાલીયનના છ જવાનો અંદરો અંદર ફાયરીંગમાં માર્યા ગયા હતા. જયારે અન્ય બે જવાનો ઘાયલ થયા હતા. રાજયમાં માઓવાદીઓ સામે લડવા માટે અહીંના બસ્તર વિસ્તારમાં આઇટ બીપીને તહેનાત કરવામાં આવી છે.

ર૦૧૬થી ર૦૧૮ દરમિયાન કેન્દ્રીય હથિયારધારી છ પોલીસ દળો (આઇટીબીપી, બીએસએફ, સીઆપીએફ, સીઆએસએફ, એસએસબી અને આસામ રાઇફલ્સ)ના લગભગ લડાઇમાં માર્યા  જાય છે. જયારે દર વર્ષે આ દળોના ૬૬ જવાનો પોતાની કાર્યવાહી દરમિયાન મરતા હોય છે. આના માટેના કારણોમાં તેમના કામની પ્રકૃતિ છે  જેમાં મુખ્ય તો તોફાનગ્રસ્ત વિસ્તારોમાં લાંબા સમય સુધી તૈનાતી કુટુંબની લાંબો સમય દુર રહેવાથી માંડીને કૌટુબીક કારણો પણ ભાગ ભજવે છે. ઓફિશ્યલી, કૌટુબીક તકલીફો આત્મહત્યા માટેનું મુખ્ય કરણ છે જયારે ડ્રગ અથવા દારૂનું વ્યસન અને નોકરી અંગેના પ્રશ્નો ત્યાર પછીના નંબરે આવે છે. પણ નિષ્ણાંતો અનુસાર આ બધા જ કારણે એક બીજા સાથે સંકળાયેલા છે.

(3:33 pm IST)