મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

BSNLએ બંધ કર્યા ૩ પ્લાન ૨ની વેલિડિટી ઘટી

૨૯અને ૪૭ રૂપિયાવાળા પ્લાનની સાથે હવે ૨ દિવસ ઓછી વેલિડિટી

નવી દિલ્હી, તા.૬: BSNLએ ૨૯ રૂપિયા અને ૪૭ રૂપિયાવાળા પોતાના બે પ્લાનની વેલિડિટી દ્યટાડી દીધી છે. સાથે જ કંપનીએ ૭,૯ અને ૧૯૨ રૂપિયાવાળા ૩ એસટીવી (સ્પેશયલ ટેરિફ વાઉચર) બંધ કરી દીધા છે. બીએસએનએલનનો ૨૯ રૂપિયાવાળો પ્લાન સૌથી બેસ્ટ વીકલી પ્લાનમાંથી એક હતો. પરંતુ, હવે કંપનીએ તેની વેલિડિટી દ્યટાડીને માત્ર ૫ દિવસ કરી દીધી છે. રિપોર્ટસમાં કહેવાયું છે કે, તાજેતરમાં જ ટેરિફ ફેરફારને જોતા બીએસએનએલ પણ નવા પ્લાન્સ પર કામ કરી રહ્યા છે, જેને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવી શકે છે.

બીએસએનલના ૨૯ રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ ઓન-નેટ અને ઓફ-નેટ કોલિંગ મળે છે, પરંતુ તેમાં ૨૫૦ મિનિટની લિમિટ છે. તે ઉપરાંત આ પ્લાનમાં ૨ જીબી ડેટા અને ૩૦૦ એસએમએસ મળે છે. હવે, તેની વેલિડિટી ૫ દિવસ કરી દેવાઈ છે, જયારે કે પહેલા આ પેકની સાથે ૭ દિવસની વેલિડિટી મળતી હતી. ૪૭ રૂપિયાવાળા એસટીવીમાં પણ આ બેનિફિટ્સ મળે છે, પરંતુ તેની વેલિડિટી ૭ દિવસની છે. જોકે, પહેલા આ પેકમાં ૯ દિવસની વેલિડિટી મળતી હતી.

બીએસએનએલએ ૭,૯ અને ૧૯૨ રૂપિયાવાળા સ્પેશયલ ટેરિફ વાઉચર બંધ કરી દીધા છે. ૭ રૂપિયાવાળઆ પ્લાનમાં એક દિવસ માટે ૧ જીબી ડેટા મળતો હતો. તો, ૯ રૂપિયાવાળા વાઉચરમાં ૧ દિવસ માટે ૨૫૦ મિનિટની લિમિટ સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ૧૦૦ એમબી ડેટા અને ૧૦૦ એસએમએસ મળતા હતા.

તે ઉપરાંત બંદ કરાયેલા ૧૯૨ રૂપિયાવાળા વાઉચરમાં ૨૮ દિવસની વેલિડિટી, રોજ ૩ જીબી ડેટા, પ્રતિદિન ૧૦૦ એસએમએસ, અનલિમિટેડ વોઈસ કોલિંગ (રોજ ૨૫૦ મિનિટની લિમિટ), ફ્રી PRBT (પર્સનલાઈઝડ રિંગબેક ટોન) અને રોજ ફ્રી ડિસ્કાઉન્ટ કૂપન જેવી બેનિફિટ્સ મળતા હતા.

(12:58 pm IST)