મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ લીધા હતા અંતિમ શ્વાસઃ આ દિવસે પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે

બાબા સાહેબ આંબેડકરની ૬૩મી પુણ્યતિથિઃ મોદી સહિતના નેતાઓએ આપી શ્રધ્ધાંજલિ

નવી દિલ્હી,તા.૬:ડો. ભીમરાવ આંબેડરની આજે ૬૩મી પુણ્યતિથિ છે. બાબા સાહેબ આંબેડકરે ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આજના દિવસને તેમની યાદમાં પરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવ્યા છે. આંબેડકર દલિત વર્ગને સમાનતા અપાવવા માટે તેઓએ જીવનભર સંદ્યર્ષ કર્યો હતો. આજના આ ખાસ દિવસે PM મોદી સહિત અનેક નેતાઓએ શ્રદ્ઘાંજલિ પાઠવી હતી.

ડો. ભીમરાવ આંબેડર દલિત સમુદાયને માટે એક અલગ રાજકીય ઓળખની વકાલત કરતા હતા. દેશમાં ડો. આંબેડકરની યાદમાં અનેક કાર્યક્રમ કરવામાં આવે છે. અનેક રાજકીય પાર્ટીઓ આ દિવસને પરિનિર્વાણ દિવસના રૂપમાં ઉજવે છે. આજના દિવસે ભ્પ્ મોદી સહિત આ નેતાઓએ બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ઘાંજલિ આપી છે.

PM મોદી, પ્રેસિડન્ટ રામનાથ કોવિંદ અને વાઈસ પ્રેસિડન્ટ વેંકૈયા નાયડુએ દિલ્હીમાં બાબા સાહેબ આંબેડકરને આપી શ્રદ્ઘાંજલિ.PM મોદી અને ભૂતપૂર્વ પીએમ ડો. મનમોહન સિંહે પણ બાબા સાહેબ આંબેડકરને સંસદમાં શ્રદ્ઘાંજલિ અર્પી.

(12:57 pm IST)