મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

બુલેટ ટ્રેન સિવાય મહારાષ્ટ્રમાં હાયપર લૂપ પ્રોજેક્ટને પણ લાગશે ઝટકો: 3,607 કરોડનો હતો પ્રોજેક્ટ ખર્ચ

આ યોજના અન્વયે મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર માત્ર ૨૫ મિનિટમાં કાપી શકાશે.

મુંબઈ : વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન મામલે સમીક્ષા કરવાની જાહેરાત કર્યા પછી રાજ્ય સરકાર હવે રૂા.૩,૬૦૭ કરોડના હાઈપરલૂપ પ્રોજેક્ટને બ્રેક મારે એવી શક્યતા છે. હાઈપરલૂપ પરિવહનનું પાંચમું સાધન છે, જેનું પરીક્ષણ પણ હજુ બાકી છે. આ પરિવહનની પરિકલ્પના અબજપતિ ઈલોન મુસ્કની છે. આ યોજના અન્વયે મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર માત્ર ૨૫ મિનિટમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટ અન્વયે મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર માત્ર ૨૫ મિનિટમાં કાપી શકાશે

   આ પ્રોજેક્ટ અન્વયે મુંબઈ અને પુણે વચ્ચે વોકયૂમ પોડ બાંધવામાં આવશે, જેમાં રેલવે ટ્રેક અને વેહિકલ હશે જે લોહચુંબક આધારિત હશે. આ વેહિકલ હવામાં ઊંચુ ચડશે અને કોઈપણ પ્રકારના ઘર્ષણ વિના (ટ્રેક વિના) દોડશે.

 આ પ્રોજેક્ટને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૦૧૭માં મંજૂરી આપી હતી. પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે, જે અમેરિકાની ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી કંપની વર્જિન હાઈપરલૂપ વન સાથે કામ પાર પાડશે.

આ પ્રોજેક્ટનો જંગી ખર્ચ- લગભગ રૂ.૩,૫૫૦ કરોડ છે. આ રકમમાં તેનો પહેલો તબક્કો પૂરો થશે જ્યારે બીજા તબક્કામાં રૂ.૫૭ કરોડનો ખર્ચ થશે. હવે નવી સંયુક્ત સરકારે આ પ્રોજેક્ટને સમીક્ષા હેઠળ મુક્યો છે. એનસીપીના નેતાએ એવો દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટ અન્વયે પરિવહનની નવી ટેકનોલોજી હજુ વૈજ્ઞાનિક રીતે ચકાસવાની બાકી છે ત્યારે આટલી ખર્ચાળ યોજનાને અભરાઈએ ચડાવી દેવામાં આવશે. પરિવહનની આ પધ્ધતિ હજુ સૈધ્ધાંતિક સ્તરે છે. વિશ્વમાં કોઈપણ સ્થળે આ પરિવહન પધ્ધતિ અસ્તિત્વ ધરાવતી.નથી 

(12:56 pm IST)