મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

બિહારમાં રોકાણકારોને આકર્ષવા સુરતથી ઈન્વેસ્ટ બિહાર રોડ શો લોન્ચ કર્યો

સુરત, અમદાવાદ, પૂર્ણ અને મુંબઇમાં ઇન્વેસ્ટમેન્ટ રોડ શો યોજવા આયોજન

સુરત : બિહાર સરકાર હવે પોતાના રાજ્યમાં રોકાણકારોને લાવવા માટે આમંત્રિત કરી રહી છે. ત્યારે  બિહાર સરકારે સુરતથી 'ઇન્વેસ્ટ બિહાર' રોડ શો લોન્ચ કર્યો છે. બિહાર સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળ ઇન્વેસ્ટ બિહાર 5 ડિસેમ્બરથી ચાર શહેરો જેવા કે, સુરત, અમદાવાદ, પૂર્ણ અને મુંબઇમાં ઇન્વેસ્ટમેન્ટ રોડ શો યોજી રહ્યું છે. જેની શરૂઆત સુરતથી કરાઇ છે.

 આ કાર્યક્રમ હેઠળ ફૂડ પ્રોસેસિંગ, આઇટી, અને આઇટી એનેબલ્ડ સર્વિસીઝ, લેધર, ટેક્સટાઇલ, ટુરિઝમ, હેલ્થકેર, રિન્યુએબલ એનર્જી, સ્મોલ મશીન મેન્યુફેક્ચરિંગ, પ્લાસ્ટિક એન્ડ રબર તથા ટેક્નિકલ એજ્યુકેશન જેવા ક્ષેત્રો પર ભાર મુકાશે.

 બિહાર સરકારના ઉદ્યોગ પ્રધાન શ્યામ રાજકે સુરતમાં જણાવ્યું હતું કે, બિહારની હાલની પરિસ્થિતિ સુધરી છે. આજે ગામેગામ સુધી વિજળી પહોંચી છે. ક્રાઇમની દ્વિષ્ટએ બિહાર 22માં નંબરે છે. અમે રોકાણકારોને કહીએ છીએ આવો બિહાર દેખો બિહાર અને પછી વિચાર કરીને ઉદ્યોગ સ્થાપો

(12:54 pm IST)