મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

સુપ્રિમ કોર્ટનો ચુકાદો

રાજીનામુ આપનારને ન મળે પેન્શન

વીઆરએસ અને રાજીનામુ આપવામાં ફરક છે

નવી દિલ્હી,તા.૬: ગઇ કાલે સુપ્રીમે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યુ કે સેન્ટ્રલ સીવીલ સર્વીસીસ પેન્શન રૂલ હેઠળ રાજીનામુ આપનાર કર્મચારી પેન્શન માટે હકદાર નથી રહેતો કેમ કે તેણે પોતાની પાછલી સર્વીસને માંડી વાળી છે તેવું ગણી શકાય.

કોર્ટે સ્વૈચ્છિક નિવૃતિ અને રાજીનામા વચ્ચે ફરક છે. અને કાયદા પ્રમાણે તેની પેન્શન પર અલગ અલગ અસરો પડે છે. તેવુ બીએસઇએસ યમુના પાવર લીમીટેડના એક કર્મચારીના રાજીનામા પછી પેન્શનના કેસમાં કહ્યું હતું.

પેન્શનના કાયદા અનુસાર કોઇ કર્મચારી રાજીનામુ આપે તો તેની ભુતકાળની સર્વિસને તે જતી કરે છે. એટલે તેને પેન્શન ન મળી શકે પણ જો કોલ કર્મચારી ૨૦ વર્ષની નોકરી પછી સ્વૈચ્છિક નિવૃતિ લે તો તે પેન્શન મેળવવા માટે હક્કદાર છે.

(11:36 am IST)