મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ભાજપના વધુ એક સાંસદનો ગજબનો તર્ક: કહ્યું - ક્યાં છે ઑટો સેક્ટરમાં મંદી: રસ્તા પર થાય છે ટ્રાફિક જામ

સાંસદ વિરેન્દ્રસિંહે કહ્યું દેશ અને સરકારને બદનામ કરવા લોકો આવું કહે છે : ડુંગળી મુદ્દે પણ જ્ઞાનવાણી વહાવી

નવી દિલ્હી : ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ મામલે સરકારના જવાબદારો ની બેજવાબદાર ટિપ્પણીઓ બાદ વધુ એક સાંસદે વધુ એક અજીબોગરીબ નિવેદન કર્યું છે બલિયાથી ભાજપા સાંસદ વીરેન્દ્રસિંહ 'મસ્ત' એ રસ્તા પર ટ્રાફિક જામને ઓટોમોબાઇલ વેચાણ સાથે જોડી દીધું છે.
  સાંસદે કહ્યું હતું કે દેશ અને સરકારને બદનામ કરવા માટે લોકો કહી રહ્યા છે કે ઓટોમોબાઈલ ક્ષેત્ર ધીમું થઈ ગયું છે. જો ઓટોમોબાઇલના વેચાણમાં ઘટાડો થયો છે તો રસ્તા પર ટ્રાફિક જામ કેમ છે.
  વીરેન્દ્ર સિંહે એ પણ દાવો કર્યો છે કે ડુંગળી મોંઘી હોવાની વાત કહેવામાં આવી રહી છે પણ તે પોતાના ક્ષેત્રમાં 25 રુપિયા કિલો ડુંગળી અપાવે છે. વિપક્ષ સરકારને ઘેરવા માટે આવી વાતો ફેલાવી રહે છે. સાંસદે કહ્યું હતું કે આજે એક-એક ઘરમાં ઘણી ગાડીઓ આવી રહી છે. વીરેન્દ્ર સિંહે એ પણ કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થાનું આંકલન જીડીપીથી લગાવી શકાય નહીં કારણ કે તે શ્રમ આધારિત વ્યવસ્થા છે અને લોકોમાં બચતની પરંપરા છે.
ઓટો સેક્ટર લાંબા સમયથી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ઘરેલું યાત્રી વાહનનું વેચાણ સપ્ટેમ્બર સુધી લગભગ એક વર્ષથી ઘટાડાનું સામનો કરી રહ્યું છે. તહેવારના કારણે ઓક્ટોબરમાં વેચાણમાં 0.28 ટકાનો નજીવો વધારો થયો હતો

(10:29 pm IST)