News of Friday, 6th December 2019
અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં દેશનો પ્રવાસ કરી રહેલા સુશ્રી નિક્કી હેલીઃ ૨૦૨૪ની સાલના પ્રેસિડન્ટ તરીકે પોતે ઉમેદવારી કરી શકે તેવી ગણતરી હોવાનું અનુમાન
વોશીંગ્ટનઃ યુ.એસ.માં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીમાં વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીએ સમગ્ર દેશનો પ્રવાસ શરૂ કર્યો છે.
યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર તથા સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર રિપબ્લીકન સુશ્રી નિક્કીએ તેમના લિખિત પુસ્તક ''વીથ ઓલ ડયુ રીસ્પેકટ'' સાથે પ્રવાસ શરૂ કર્યો છે. તથા તે અંગે ચર્ચાઓ પણ કરે છે.
એક અનુમાન મુજબ તેઓની નજર ૨૦૨૪ની સાલમાં અમેરિકાના પ્રેસિડન્ટ પદ ઉપર છે. જોકે તેમણે આ બાબત નકારી કાઢી હતી.
(7:39 pm IST)