મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

35 વર્ષ સુધી મૂળ ભારતીય મીડો શેરીનએ સાઉદીમાં કર્યું કામ :વતન વાપસીની વેળાએ શેખ પરિવારે આપી ફેરવેલ

શેખના પૂરા પરિવારે ગુડ બાય કિસ કરી. એક મોટી પાર્ટી અને અનેક ગિફ્ટ પણ આપ્યા.

સાઉદી અરેબિયામાં એક ભારતીય વર્કર 35 વર્ષથી એક પરિવારમાં મજૂરી કરતો હતો. જ્યારે તેણે કામથી રિટાયરમેન્ટ લઈ પોતાના વતન જવાનો નિર્ણય કર્યો ત્યારે શેખ પરિવારે તેને એવી ફેરવેલ આપી કે તે ભાવુક થઈ ગયો હતો

  આ વ્યક્તિનું નામ મીડો શેરિન છે. તે 35 વર્ષથી તે પરિવાર સાથે કામ કરતો હતો જેમને હાઈવે પર એક રેસ્ટોરન્ટ હતું. જ્યાં તે શેખના પરિવારની ખેતી સંભાળતો હતો, કોફી સર્વ કરતો અને ખાવાનું પણ બનાવતો હતો. જ્યારે મિડોએ સાઉદી છોડવાનું કહ્યું તો શેખના પૂરા પરિવારે લાઈનમાં લાગીને તેના ગળે ભેટી પડ્યા હતા
.આ ભારતીય વર્કરને શેખના પૂરા પરિવારે ગુડ બાય કિસ કરી. એક મોટી પાર્ટી અને અનેક ગિફ્ટ પણ આપ્યા. હાલમાં આ સ્ટોરીએ અનેક લોકોના દિલ જીતી લીધા છે. જુઓ આ વીડિયોમાં તમે જોઈ શકો છો તે કેટલો ભાવુક થઈ ગયો.

(11:55 pm IST)