મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

મુંબઇમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે ૨ મહિલાઓને જવાનોએ સમયસર ન પકડી હોત તો મોટી દુર્ઘટના સર્જાત

મુંબઈ: ચાલતી ટ્રેનમાંથી પડવાની ઘટના અનેકવાર સામે આવે છે. કેટલાક ભાગ્યશાળી લોકો હોય છે જે આવી દુર્ઘટનામાંથી હેમખેમ પાર ઉતરે છે. આવી ભાગ્યશાળી નીકળી બે મહિલાઓ જે ટ્રેનમાંથી ઉતરી વખતે પ્લેટફોર્મ પર પડી ગઈ. ટ્રેક પર પડે તે પહેલા જીઆરપીના જવાનોએ તેમને પકડી લીધી.

ઘટના મુંબઈના દાદર સ્ટેશનની છે. સીસીટીવી ફૂટેજમાં બે મહિલાઓ ચાલતી ટ્રેનમાંથી અલગ-અલગ દરવાજાઓમાંથી ઉતરે છે ત્યારે તેમનો પગ લપસ્યો અને પ્લેટફોર્મ પર પડી. જુઓ વીડિયો..

GRPના જવાનો બન્યા દેવદૂત

જો કે બંને મહિલાઓને ત્યાંથી પસાર થઈ રહેલા જીઆરપીના જવાનોએ સ્ફૂર્તિથી પકડી લીધી. જો જવાનોએ મહિલાઓને સમયસર પકડી ના હોત તો બંને રેલવે ટ્રેક પર પડી હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

(5:13 pm IST)