મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

ઠંડીની સીઝનમાં હિમાચલ પ્રદેશના પોલીસકર્મીઓને ડીએમ બુટ અપાશે :પીટી બૂટને બદલે સ્પોર્ટ્સ સૂઝ આખું વર્ષ પહેરશે

શિયાળામાં ઠંડીને ધ્યાનમાં રાખીને બૂટમાં બદલાવ કરવામાં લેવાયો નિર્ણય

શિમલા:પોલીસ વિભાગે ઠંડીની સીઝનમાં પોલીસ કર્મચારીઓ બૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે સામાન્ય બૂટની જગ્યાએ હવે તેમને ડીએમ બૂટ આપવામાં આવશે.પીટી બૂટની જગ્યાએ સ્પોર્ટ્સ બૂટ આપવામાં આવશે.

  કપડાના પીટી બૂટમાં શિયાળામાં કર્મચારીઓને ઠંડી લાગે છે જયારે સ્પોર્ટ્સ બૂટમાં લોકોને રાહત મળશે પોલીસ કર્મચારીઓને આખું વર્ષ સ્પોર્ટ્સ બૂટ પહેરવા પડશે. કેટલાક લોકોને આ બૂટ આપી પણ દીધા છે. જે ઘણા આરામદાયક છે.

 વરિષ્ઠ પોલીસ અધિકારી સંતોષ પટીયાલનું કહેવું છે કે શિયાળામાં ઠંડીને ધ્યાનમાં રાખીને બૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે તેમને ડીએમ સાઈઝના બૂટ આપવામાં આવશે.

આ ઉપરાંત પોલીસ જવાન પીટી બૂટની જગ્યાએ આખું વર્ષ સ્પોર્ટ્સ બૂટ જ પહેરશે.

(10:47 am IST)