મુખ્ય સમાચાર
News of Wednesday, 6th December 2017

‘‘જય સરદાર, જય પાટીદાર, ભારત માતાની જય''ના નાદ સાથે અમેરિકામાં ‘‘પાટીદાર ફાઉન્‍ડેશન''નું લોચીંગઃ ‘‘યુનાઇટેડ વી સ્‍ટેન્‍ડ''ના સૂત્ર સાથે વિશ્વભરના પાટીદારોને એક મંચ ઉપર લાવવા તથા તમામ જ્ઞાતિ અને ફિરકાના ગુજરાતી ભારતીયોને એક સૂત્રે સાંકળવાનો હેતુઃ રોયલ આલ્‍બર્ટ પેલેસ એડિસન, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા લોંચીંગ પ્રોગ્રામમાં પાટીદાર તથા કોમ્‍યુનીટી અગ્રણીઓ, કાઉન્‍સીલમેન તેમજ વિશાળ સંખ્‍યામાં ભારતીય સમુદાયની ઉપસ્‍થિતિ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકા, કેનેડા ઉપરાંત વિશ્વભરના પાટિદારોને એક મંચ ઉપર લાવવાના ઉમદા હેતુથી પાટિદાર ફાઉન્‍ડેશનની તાજેતરમાં સ્‍થાપના કરાઇ છે. ‘‘યુનાઇટેડ વી સ્‍ટેન્‍ડ''ના સૂત્ર સાથે માત્ર પાટિદારો જ નહીં, પરંતુ વિશ્વભરના તમામ જ્ઞાતિ અને ફિરકાના ગુજરાતી, ભારતીયોને એક સૂત્રે સાંકળવાનો પ્રયાસ આ સંસ્‍થા કરશે.

હોટલ બિઝનેસના અગ્રણી શ્રી મૌલેશ પટેલ સહિત ભારતીય સમુદાયના અગ્રણીઓએ આ નવા પ્રતિષ્‍ઠાનની સ્‍થાપના કરી છે. આ નિમિતે અમેરિકામાં એડિસન, ન્‍યુજર્સી ખાતે એક મિલન સમારોહનું આયોજન કરાયું હતું. ભારતીય સમુદાયના લોકોએ ઉત્‍સાહથી ઉપસ્‍થિત રહીને આ પ્રસંગને માણ્‍યો હતો. મહિલાઓની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ હતી.

રોયલ આલ્‍બર્ટ  પેલેસ, એડિસન (ફોર્ડઝ) ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ પટાંગણમાં આવેલા ૨૨ની વિશાળ સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરીને કરાયો હતો.

પુષ્‍પાંજલિ બાદ ભારતના રાષ્‍ટ્રીગત ‘‘જનગણ મન'' ને સમૂહે ગાયું હતું. અને ‘‘જય સરદાર, જય પાટિદાર'', ભારત માતાની જયના નારાઓ પણ બુલંદ અવાજે સહુએ લગાવ્‍યા હતા.

એપિટાઇઝર બાદ કાર્યક્રમનું સંચાલન જાણીતા અગ્રણી અને ફોટોગ્રાફર  તથા સંચાલક શ્રી મુકેશ કાશીવાલાએ શરૂ કર્યુ હતુ. કાર્યક્રમની પૂર્વ ભૂમિકા બાંધી મૌલેશ પટેલની કામગીરીનો આછો ચિતાર પણ તેમણે આપ્‍યો હતો.

જાણીતા પત્રકાર અને સામાજિક કાર્યકર તથા ગુજરાત ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રી કૌશિક અમીને ‘પાટિદારો'ની ઓળખ, તેમની ગૌરજગાથી તથા સરદાર પટેલનું ગુજરાતને પ્રદાનના મુદ્દાઓને આવરીલઇ કાર્યક્રમના હેતુ અને પાટિદારોની સામાજિક જવાબદારીઓ, ફરજ તથા વતન પરસ્‍તિ સાથે શું ભૂમિકા છે તેની વિશદ છણાવટ કરી હતી. પાટિદારોના પૂર્વજોના ભારત આગમન, કૃષિ વ્‍યવસાય અને વિશ્વમાં કરેલી હરણફાળ પ્રગતિનો ચિતાર આપતા તેમણે જણાવ્‍યું હતું કે ‘‘અનામત લાવો નહી, અનામત હટાવો'' પાટિદારોનો મંત્ર હોવો જોઇએ ખેતીની જેમજ એક પાટિદાર દસને રોજગાર, સહાય આપે તે ખમીરને ઉજાગર કરવાની તેમણે હાકલ કરી હતી. મૌલેશ પટેલના આ ભગીરથ પ્રયાસને પણ તેમણે બિરદાવ્‍યો હતો. શ્રી કૌશિક અમીનના વકતવ્‍યને સહુએ આવકાર્યુ હતું.

દીપ પ્રાગટયની વિધિ ગણેશસ્‍તુતિ સાથે પાટિદાર સમાજના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં કરાઇ. સરદાર પટેલના પરિવારના શ્રી પ્રફુલ્લભાઇ પટેલની ઉપસ્‍થિતિ ઉલ્લેખનીય કરી ન્‍યુયોર્કના ગુજરાતી સમાજના પૂર્વ પ્રમુખો સર્વશ્રી હર્ષદભાઇ પકાજી પટેલ, શ્રી હીરૂભાઇ પટેલ, શ્રી વિષ્‍ણુભાઇ પટેલ, શ્રી આર.ડી.પટેલ, શ્રી મીનેષ પટેલ, ન્‍યુજર્સીના અગ્રણી શ્રી પિયુષ પટેલ, ડો.જયેશ પટેલ, શ્રી વીરૂ પટેલ, શ્રી જયંત પટેલ (વાય.ડી.એસ), ઉપરાંત ન્‍યુજર્સીના અન્‍ય અગ્રણીઓ શ્રી કપિલ શાહ, કાઉન્‍સિલ મેનશ્રી પાટિલ, સંગીતકાર  શ્રી ગુરૂજીની ઉપસ્‍થિતિ સવિશેષ ધ્‍યાન ખેંચતી હતી.

સંબોધન કરતાં જાણીતા ફિલોન્‍થ્રોપીસ્‍ટ શ્રી પિયુષ પટેલે જણાવ્‍યું હતું કે પાટિદાર હોવાનું અને ગૌરવ છે. સરદાર પટેલને તેમણે ‘વીઇનરી'દૃષ્‍ટા તરીકે ઓળખાવ્‍યા એકતા પર તેમણે ભાર મૂકતા જણાવ્‍યું કે એકતા માટે સભ્‍ય સંખ્‍યાએ ચિરાગનું કાર્ય કરશે. ત્‍યારબાદ જર્સીના અગ્રણી તબીબ ડો.જયેશ પટેલે પોતાની શુભેચ્‍છાઓ પાઠવતાં પોતાની સેવાઓ સતત આપવાની ખાત્રી આપી હતી. તેમણે કહ્યું કે ‘‘આપણે ગુજરાતી પહેલાં બનીએ, પછી પાટિદાર'' ન્‍યુયોર્કના જાણીતા મોટેલિયર અને સામાજિક કાર્યકર્તા શ્રી હર્ષદભાઇ પકાજી પટેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યુ હતું કે ‘‘આ સંસ્‍થા માત્ર પાટિદારો જ નહીં, પરંતુ સમાજના દરેક ભારતીયો માટે ખુલ્લી રહેશે'' ભાઇશ્રી મૌલેશ પટેલને મારો તન-મન અને ધનથી બીનશરતી ટેકો છે, જેમાં જરૂર જણાય ત્‍યાં મારો સાથ સહકાર રહેશે. વુડબ્રીજના કાઉન્‍સીલમેન અને દક્ષિણ ગુજરાતના પાટિદાર સમાજના અગ્રણી શ્રીવીરૂ પટેલે પાટિદાર સમાજના લોકોની વિચક્ષણતો, અને પ્રગતિના વખાણ કર્યા હતા. વધુને વધુ ભારતીયો અમેરિકાના રાજકારણના મુખ્‍ય પ્રવાહમાં ભળે તેવી ઇચ્‍છા પણ વ્‍યક્‍ત કરી હતી. ન્‍યુયોર્ક ગુજરાતો સમાજના  પ્રમુખ શ્રી મીનેષ પટેલે પણ પોતાના સમર્થનની ખાત્રી આપી હતી.

પાટિદાર ફાઉન્‍ડેશનની પરિકલ્‍પનાની વાત કરતાં શ્રી મૌલેશ પટેલે આ સંસ્‍થાની કામગીરી શું રહેશે તેનો ચિતાર આપ્‍યો. પાટિદાર ડોટ ઓઓરજી વેબસાઇટની પણ તેમણે ઉપસ્‍થિતોને જાણ કરી. પાટિદાર ફાઉન્‍ડેશનની સ્‍થાપના સમાજની અસ્‍મિતા, આત્‍મગૌરવ અને સખંડિતતાના આહુવાનમાં આજના ડિજીટલ યુગમાં જોડાઇને સમાજની એકતા સાધવાનો હેતુથી કરાઇ છે. સમાજના પ્રશ્નોને વાચા આપવાનું અસરકારક માધ્‍યમ આ સંસ્‍થા બનશે તેવી કામગીરી, સંસ્‍કાર સિંચન, શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે માર્ગદર્શનરૂપ કામગીરીનો સમન્‍વય સાધવાનો, સુનિશ્વિત પ્રયાસ કરવાનો આશય તેમણે સ્‍પષ્‍ટ કર્યો હતો.

ભારતીય સમુદાયના વિવિધ જુથોના એક સુત્રીકરણનો અભિગમ પણ તેમણે વ્‍યક્‍ત કર્યો. પ્રાદેશિક, રાષ્‍ટ્રીય તથા આંતર રાષ્‍ટ્રીય સ્‍તરે પાટિદાર સમાજનું સંગઠિત પ્રતિનિધિત્‍વ સંકલિત કરવાના પ્રયાસો સતત હાથ ધરાશે તેમ જણાવતાં સહુ કોઇના સહકારની આ યજ્ઞમાં અપેક્ષા છે તેમ કહ્યું હતું.

શ્રી મૌલેશ પટેલના આ નવા જ કાર્યક્રમને ઉપસ્‍થિત સહુએ આવકાર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન શ્રી મુકેશ કાશીવાલાએ સુપેરે વાર પાઠયુ હતુ. ડી.જે.રાજે સુંદર સંગીત, અને લાઇટ,સાઉન્‍ડ સાથે કાર્યક્રમને જીયંત બનાવ્‍યોહતો. કાર્યક્રમના આયોજન અને સફળતા માટે ભાઇશ્રી સમીર રાવલે દિવસો સુધી જહેમત ઉઠાવી હતી. સમીર રાવલે કાર્યક્રમના અંતે સહુની આભારવિધિ પણ કરી હતી.

સરસ મજાની રહા શ્રી દિલિપ ભટ્ટે આપી હતી. શ્રી જશવંતમોદી, શ્રી ધનંજયભાઇ, શ્રી વલ્લભ રાોડ, શ્રી અભય શુકલએ પોતાની સેવાઓ આપી હતી. રોયલ આલ્‍બર્ટ પેલેસ ખાતે યોજાયેલ આ સભા પાટિદાર સમાજ માટે નવુંજ પ્રસ્‍થાન બની રહેશે. વધુ માહિતિ માટે આપ શ્રી મૌલેશ પટેલ ફોન નંબરઃ ૩૪૭-૪૦૪-૧૪૪૧,૧૯૬૭ ીર્ંત્ત્ વ્‍શ્વફૂફૂ ય્‍ીર્ંફુ, ચ્‍ફુશતંઁ ફથ્‍ ૦૮૮૩૭,ફૂર્ળીશશ્રઃશઁશ્‍ંર્ક્‍ષ્ટીદ્દશફર્ુીશ્વ.ંશ્વ અને ષ્‍ફૂણુતશદ્દફૂઃરૂરૂરૂ.ર્ષ્ટીદ્દશફર્ુીશ્વ.ંશ્વ  પર સંપર્ક કરી શકશો. તેવું શ્રી કૌશિક અમિતની યાદી જણાવે છે.

 

(10:02 pm IST)