મુખ્ય સમાચાર
News of Wednesday, 6th December 2017


પથ્થરબાજ કાશ્મીરી કન્યા ફુટબોલર બની ગઇ

કાશ્મીરમાં પથ્થરબાજોમાં છેલ્લા થોડા વખતથી યુવતીઓ પણ જોડાઇ છે અને એમાં અફશાન આશિક એક જાણીતું નામ. જોકે અટેકરમાંથી તે હવે ડિફેન્ડર બની ગઇ છે. વાસ્તવમાં ર૧ વર્ષની આ યુવતી ફુટબોલ રસિક છે. અને ફુટબોલ રમી પણ જાણે છે જમ્મુ-કાશ્મીરની મહિલા ફુટબોલ ટીમની તે હવે ગોલકીપર અને કેપ્ટન છે, ગઇકાલે તેણે તેની ટીમના મેમ્બરો સાથે હોમ મિનિસ્ટર રાજનાથ સિંહ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો. અફસાન આશિક હવે કહે છે મારે મારા ભૂતકાળમાં ડોકિયું નથી કરવું, મારે હવે અચીવર થયું છે.

(4:02 pm IST)