મુખ્ય સમાચાર
News of Friday, 6th November 2020

પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયને પડખે લેવા અમિતભાઇ શાહ અને મમતા બેનર્જી વચ્ચે સ્પર્ધા

બાંગ્લાદેશમાંથી શરણાર્થી તરીકે આવેલા મતુઆ સમુદાયનો 40 વિધાનસભા બેઠકો પર પ્રભાવ : મમતાએ 25 હજાર શરણર્થી પરિવારને જમીન અધિકાર આપ્યો : અમિતભાઈએ મતુઆ સમુદાયના એક બાંગ્લાદેશી શરણાર્થીના ઘરે ભોજન લીધુ

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને  ભાજપના ચાણક્ય મનાતા અમિતભાઇ શાહ મતુઆ સમુદાયને રિઝવવામાં લાગી ગયા છે.આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓની અત્યારથી તૈયારીઓના ભાગરૂપે અમિતભાઇ શાહે મિશન બંગાળની શરુઆત કરી દીધી. છે અમિતભાઇ શાહે પ્રવાસના બીજા દિવસે  મતુઆ સમુદાયના એક બાંગ્લાદેશી શરણાર્થીના ઘરે ભોજન લીધુ હતું. તેના એક દિવસ પહેલાંજ મુખ્યમંત્રી મમતા બેનરજીએ મતુઆ સમુદાય માટે આકર્ષક જાહેરાતો કરી હતી.

મમતા બેનરજી અને અમિતભાઈ શાહ મતુઆ સમુદાયને રિઝવવામાં લાગ્યા છે.ત્યારે  આ મતુઆ સમુદાયને પશ્ચિમ બંગાળના રાજકાણમાં કેમ આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છેઆ પ્રશ્નોના જવાબ માટે પહેલાં મમતા બેનરજીએ બુધવારે મતુઆ સમુદાય અને અનુસુચિત જનજાતિ માટે મોટી જાહેરાત કરી હતી. જેમાં 25 હજાર શરણાર્થી પરિવારોને જમીનનો અધિકાર આપી દીધો. આનાથી 1.25 લાખ પરિવારને લાભ થશે.ઉપરાંત મમતા બેનરજીએ મતુઆ ડેવલોપમેન્ટ બોર્ડ માટે 10 કરોડ રુપિયા પણ ફાળવી દીધા. નામાશુદ્ર ડેવલોપમેન્ટ બોર્ડ માટે 5 કરોડ રુપિયાની ફાળવણી કરી.ata-Shah

બીજા દિવસે અમિતભાઈ  શાહે મતુઆ સમુદાયના એક શરણાર્થીના ઘરે ભોજન લીધું. એટલું જ નહીં ટ્વીટ કરી શાહે મિજબાનના ભરપુર વખાણ કર્યા. વડાપ્રધાન મોદીએ ગત વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન મતુઆ સમુદાયના 100 વર્ષ જુના મઠ બોરો મા બીણાપાણિ દેવીનો આશીર્વાદ લઇ બંગાળમાં ચૂંટણી અભિયાનની શરુઆત કરી હતી.

 બાંગ્લાદેશમાંથી શરણાર્થી તરીકે આવેલા અનુસુચિત જાતિના મતુઆ સમુદાયનો અહીંની 40 વિધાનસભા બેઠકો પર પ્રભાવ છે. તેમાં પણ ઉત્તર 24 પરગણા અને તેની આસપાસની 8-10 બેઠકોની હાર-જીત મતુઆ સમુદાય નક્કી કરે છે ભાજપ અને TMC મતુઆ અને આદિવાસી મતદારો પર ખાસ ફોકસ કરી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મતુઆ સમુદાયે ભાજપને સાથે આપ્યો અને મા બીણાપાણિના પૌત્ર શાંતનુ ઠાકુર ભાજપના સાંસદ બન્યા.હતા હવે 2021ની ચૂંટણી પહેલાં ભાજપે આ સમુદાયને કેન્દ્રના કાયદામાં સુધારો કરી નાગરિકતા આપવાનો ભરોસો આપ્યો છે.ta-Shah

મતુઆ સમુદાય મુળ પુર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) છે. 1918માં અવિભાજિત બંગાળના બારીસાલ જિલ્લામાં જન્મેલા બીનાપાણિ દેવીને ‘મતુઆ માતા’ કે ‘બોરો મા’ એટલે મોટા બા કહેવામાં આવે છે. તેમણે આ સમુદાયની શરુઆત કરી હતી. તેમના લગ્ન પ્રમથ રંજન ઠાકુર સાથે થયા હતા.

આઝાદી પછી તેઓ પરિવાર સાથે પશ્ચિમ બંગાળમાં આવી ગયા. ત્યારથી તેમના અનુયાયીઓની સંખ્યામાં બહુ વધારો થયો છતાં મતુઆ પરિવાર હજુ પણ શરણાર્થી જ કહેવાય છે. મતુઆ માતાના પરિવારના ઘણા સભ્યો રાજકારણમાં પણ જોડાયા. જેમાં તેમના મોટા પુત્ર કપિલ કૃષ્ણ ઠાકુર ટીએમસી સાંસદ હતા. તો નાના પુત્ર મંજુલ કૃષ્ણ ઠાકુર અને પૌત્ર શાંતનુ ઠાકુર ભાજપમાં જોડાઇ ગયા.

 

2019ની લોકસભાની ચૂંટણીમાં બોરો માના પૌત્ર શાંતનુને ભાજપે બોંગન બેઠકની ટિકિટ આપી હતી. તેઓ ચૂંટણી જીતી પણ ગયા. આ બેઠક ભાજપ પહેલી વખત કબજે કરી હતી. ત્યારે ભાજપે આ સમુદાયના વર્ચસ્વવાળી 68 વિધાનસભા બેઠકોમાંથી 33 પર સારી એવી પકડ બનાવી લીધી હતી.

તેમાંથી 26 પર મતુઆ સમુદાયનો દબદબો છે. મમતાની પાર્ટી 34 બેઠકો પર આગળ હતી. આ રીતે બંને પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર રહીૉ. ભાજપ માટે તો તે શુકનિયાળ જ હતું.

મમતા બેનરજીએ ડાબેરીઓનો કિલો પાડવામાં મતુઆ સમુદાયનો સાથ લીધો હતો. 2010માં મમતા બેનરજીની નિકટતા માતા બીનાપાણિ દેવી સાથે વધી હતી. તે જ વર્ષે 15 માર્ચે મમતા બેનરજીને મતુઆ સમુદાયના સંરક્ષક જાહેર કરાયાં.

2014માં બોરો માના મોટો પુત્ર કપિલ કૃષ્ણ ઠાકુર ટીએમસીની ટિકિટે બનગાવથી ચૂંટાઇ સાંસદ બન્યા હતા. તેમનું એક વર્ષ બાદ 2015માં નિધન થઇ ગયું. પેટા ચૂંટણીમાં તેમના પત્ની મમતા બાલા ઠાકુ અહીંથી ટીએમસીના સાંસદ બન્યાં.

પરંતુ ગત વર્ષે 5 માર્ચે મતુઆ મા બીનાપાણિ દેવીનું નિધન થઇ ગયું. હવે આ સમુદાય પર ભાજપનીપકડ વધી રહી છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ પણ મમતાએ ડાબેરીઓને જે રીતે પાડ્યા તેવી રીતે મતુઆ સમુદાયનો સાથ લઇ ટીએમસીનો ગઢ તોડવા માંગે છે

(9:59 pm IST)