મુખ્ય સમાચાર
News of Friday, 6th November 2020

કૌન બનેગા કરોડપતિના આ સીઝનમાં કરોડપતિ બનશે નાઝિયા નસીમઃ 11મીએ પ્રસારણ થશેઃ 7 કરોડનો સાચો જવાબ આપશે તો ઇતિહાસ રચાશે

નવી દિલ્હી: લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિના તાજેતરના એપિસોડમાં કંટેસ્ટેંટ નાઝિયા નસીમને હોટસીટ પર બેસવાની તક મળી. નાઝિયા નસીમ આ સીઝનની પહેલી કરોડપતિ કંટેસ્ટેંટ પણ બની ગઇ છે. શો મેકર્સ તરફથી શોનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. 

નાઝિયાએ રચ્યો ઇતિહાસ

રિલીઝ કરવામાં આવેલા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે નાઝિયાએ એક કરોડના પ્રશ્નનો સાચો જવાબ આપી દીધો છે. અમિતાભ પણ જોશ સાથે આ જાહેરાત કરી રહ્યા છે તેમણે એક કરોડ રૂપિયા પોતાના નામે કરી લીધા છે. આ સાથે જ નાઝિયા આ સીઝનની પહેલી કરોડપતિ કંટેસ્ટેંટ બની ગઇ છે. આ એક કરોડના પ્રશ્ન સુધી ઘણા કંટેસ્ટેંટ પહોંચી જાય છે, પરંતુ તે એક પ્રશ્નનો સાચો જવાબ આપવો ખૂબ મુશ્કેલ સાબિત થાય છે. પરંતુ તેમણે કમાલ કરી બતાવી છે.

શું 7 કરોડનો જેકપોટ જીતશે નાઝિયા?

એક કરોડ બાદ નાઝિયાની સમક્ષ સાત કરોડનો પ્રશ્ન પણ આવે છે. જો નાઝિયા તે પ્રશ્નનો પણ સાચો જવાબ આપે છે તો તે ઇતિહાસ રચી દેશે. પરંતુ હંમેશાની માફક અમિતાભ બચ્ચન, નાઝિયાને સાવધાન કરી રહ્યા છે. તે તેમને સમજી વિચારીને રમવાની સલાહ આપે છે. હવે આત્મવિશ્વાસથી ભરપૂર નાઝિયા કહેતી જોવા મળે છે કે તે હંમેશા રિસ્ક લેતી અવી છે, એવામાં અત્યારે પણ રિસ્ક લેશે, એટલે કે નાઝિયા 7 જરોડનો જેકપોટ પ્રશ્ન રમવા જઇ રહી છે. તે કાદચ ક્વિટ નહી કરે. આ શોને 11 નવેમ્બરના રોજ ટેલીકાસ્ટ કરવામાં આવશે. 

(5:01 pm IST)