મુખ્ય સમાચાર
News of Wednesday, 6th November 2019

'નીટની પરીક્ષા લાખો ખર્ચનાર માટે જ છે': મદ્રાસ હાઇકોર્ટે કરી ટીકા

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નીટ પાસ કરવું અશકય જેવું

નવી દિલ્હી,તા.૬: મદ્રાસ હાઇકોર્ટે મેડીકલ કોલેજોમાં નીટ (રાષ્ટ્રીય યોગ્યતા પરીક્ષા) આધારીત એડમિશનની વ્યવસ્થા પર ચિંતા વ્યકત કરતાં કહ્યું કે પ્રાઇવેટ કોંચીગ વગર બહુ ઓછા વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા પાસ કરી શકે છે. આનો સીધો અર્થે એવો થાય છે કે મેડીકલ શિક્ષણ ગરીબ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. લાખો રૂપિયા ખર્ચીને જ નીટ પાસ કરી શકાય છે.

પ્રાઇવેટ કોંચીગના અભાવે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે નીટ પાસ કરવી અશકય જેવું છે. નીટની પરિણામમાં ફેરફાર કરનાર કેન્દ્ર સરકારે આ બાબત ધ્યાનમાં લેવી જોઇએ. સરકાર આ પરીક્ષાને રદ પણ કરી શકે છે. આ કેસની આગામી સુનાવણી હવે આવતીકાલે થશે મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ અને કિરૂવાકરન અને જસ્ટીસ પી વેલમુરગમની બેંચે તમિલનાડુમાં નીટ પરીક્ષામાં ગરબડના કેસની સુનાવણીમાં કહ્યું કે મેડીકલ શિક્ષણ દરેક વર્ગની પહોંચમાં હોવું જોઇએ.

તમિલનાડુ સરકારે હાઇકોર્ટમાં આપેલ આંકડામાં જણાવ્યું કે રાજ્યમાં ૪૮ વિદ્યાર્થીઓ કોચીંગ વગર અને ૩૦૩૩ વિદ્યાર્થીએ કોચીંગ લઇને મેડીકલ કોલેજામાં પ્રવેશ્યા છે. જ્યારે ખાનગી મેડીકલ કોલેજામાં કોચીંગ વગરના ૫૩ અને કોચીંગ કરનાર ૧૫૬૮ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો.

મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાને આદેશ આપ્યો છેે કે તે અનય રાજ્યોમાં નીટમાં થયેલ ગરબડની તપાસ કરે અને સાથે જ કોર્ટને તેની સંપૂણ માહિતી આપે.

(4:22 pm IST)