મુખ્ય સમાચાર
News of Wednesday, 6th November 2019

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેંટની મોટી કાર્યવાહી: વીકે શશિકલાની 1600 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

શશિકલા અને તેમના સંબંધીઓ દ્વારા નોટબંધી બાદ ઘણી સંપત્તિ ખરીદી હતી

 

નવી દિલ્હી : આયકર વિભાગે મોટી કાર્યવાહી કરતા પૂર્વ એઆઇએડીએમકે નેતા વીકે શશિકલાની 1600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આયકર વિભાગના સૂત્રો મુજબ  બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંપત્તિ 1500 કરોડ રૂપિયાની બંધ થઇ ચૂકેલી નોટો દ્વારા ખોટા નામો પર ખરીદવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં આયકર વિભાગે ઓપરેશન 'ક્લીન મની' હેઠળ વીકે શશિકલા અને તેમના સંબંધોના ઠેકાણાઓ પર રેડ પાડી હતી. દરમિયાન 1430 કરોડ રૂપિયાની કર ચોરીનો ખુલાસો થયો હતો.

  તપાસમાં ખુલાસો થયો હતો કે શશિકલા અને તેમના સંબંધીઓ દ્વારા નોટબંધી બાદ ઘણી સંપત્તિ ખરીદી હતી. જેમા ચેન્નઇ, કોયમ્બતૂર, પુડુચેરી અને તમિલનાડુમાં કેટલાક સ્થાનો પર સંપત્તિ વિશે જાણકારી મળી હતી

વીકે શશિકલાને ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા આવકથી વધારે અધિક સંપત્તિના મામલામાં દોષિ ઠેરવ્યા હતા. કોર્ટે શશિકલાને 4 વર્ષ જેલની સજા સંભળાવી હતી.

(10:56 pm IST)