ટવીટર ડીલઃ એલન મસ્કનો ફરી યુટર્ન શું હવે નવા રૂપમાં જોવા મળશે ટવીટર ?
ન્યુયોર્ક, તા.૬: વિશ્વના સૌથી અમીર બીઝનેસમેનમાંથી એક એલન મસ્કે ટવીટર ડીલમાં ફરી એકવાર યુ-ટર્ન લીધો છે. મીડીયા રીપોર્ટસ અનુસાર, હવે મસ્ક દ્વારા ફરીથી ટવીટરને જૂના સોદા મુજબ ખરીદવાની ચર્ચાઓ તેજ થઇ ગઇ છે.
એક ન્યુઝ એજન્સીના રિપોર્ટમાં કહ્યું છે કે મસ્ક ટવીટરમાં ઘણુ બધુ નવુ ઉમેરવા માંગે છે. ટવીટર ડીલ પર ફરીથી આગળ વધવાના સમાચારો વચ્ચે મસ્કે પણ પહેલીવાર આના પર ટવીટ કર્યુ છે.
મસ્કે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ માટે પોતાની યોજનાઓ અંગે નક્કર વિવરણ પણ શેર કર્યુ છે. મસ્ક ટવીટર ડીલ ફરી એકવાર આગળ વધવાના સમાચાર અને ટવીટરના ઇન્વેસ્ટર રીલેશન ડીપાર્ટમેન્ટ દ્વારા તેની પુષ્ટી થયા પછી ટવીટરના શેર ઝડપથી વધી ગયા છે. ૫ ઓકટોબરે કંપનીના શેર ૨૨.૯ ટકા ઉછળીને પ૨ ડોલરે પહોંચી ગયા હતા. તો સાથે સાથે મસ્કની કાર બનાવતી કંપની ટેસ્લાના શેરોના ભાવો પણ વધી ગયા છે. ટેસ્લાના શેરો ૨.૦૯ ટકાના ઉછાળા સાથે ૨૪૯.૪૪ ડોલર થઇ ગયા હતા.