મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

રોકાણકારોની IIP ડેટાની રજૂઆત પર ચાંપતી નજર

૧૧મી ઓક્ટોબરના દિવસે આઈઆઈપી ડેટા જારી : પીયુષ ગોયલ બેંગકોકમાં મહત્વપૂર્ણ મિટિંગમાં પહોંચશે

મુંબઈ, તા. ૬ : મૂડીરોકાણકારો અને શેરબજાર સાથે જોડાયેલા લોકોની જેના ઉપર નજર છે તે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી) ડેટા ઓગસ્ટ મહિના માટેના ૧૧મી ઓક્ટોબરના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં વાર્ષિક આધાર પર વધારો થયો છે. આ આંકડો ૪.૩ ટકા સુધી રહ્યો છે. કોર ફેક્ટ્રી ઉત્પાદનનો આંકડો ૦.૫  સુધી ઘટ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયેલ ૧૦મી ઓક્ટોબરથી ૧૨મી ઓક્ટોબર દરમિયાન બેંગકોકમાં યોજાનારી ક્ષેત્રિય સહકાર ઇકોનોમિક ભાગીદારી બેઠકમાં હાજરી આપનાર છે.

          ભારત અપેક્ષા રાખે છે કે, સૂચિત સમજૂતિ હેઠળ ચીન તરફથી કરવામાં આવતી આયાતી ચીજવસ્તુઓ ઉપર ડ્યુટી ઘટાડવા અથવા નાબૂદી માટે મદદ મળશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી દ્વારા જુદા જુદા પાસા પર બેંગકોકમાં અન્ય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટે આઈઆઈપીના ડેટા જારી કરવામાં આવ્યા બાદ શેરબજાર સાથે જોડાયેલા લોકો રોકાણના મૂડમાં આગળ વધી શકે છે. કારોબારીઓના કહેવા મુજબ આંકડા ખુબ જ આશાસ્પદ રહી શકે છે.

(8:05 pm IST)