મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

FPI દ્વારા ત્રણ સેશનમાં જ ૩૯૨૪ કરોડ પાછા ખેંચાયા

વિદેશી રોકાણકારો હજુ વેચવાલીના મૂડમાં : કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકાના ઘટાડા બાદ પણ નિરાશા

નવીદિલ્હી, તા.૬ : વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના માત્ર ત્રણ કારોબારી સત્ર દરમિયાન જ ૩૦૦૦ કરોડની આસપાસની રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડ વોરને લઇને લઇને પ્રવર્તી રહેલી સ્થિતી વચ્ચે આ નાણાં પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં ૭૮૫૦ કરોડથી વધારે રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. આરબીઆઇ દ્વારા હાલમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ પણ શેરબજારમાં કોઇ ખાસ અસર તેની રહી નથી. મુડી માર્કેટ રેગ્યુલેટર દ્વારા લેવામાં આવેલા પગલાની અસર પણ દેખાઇ રહી નથી. નવેસરના આંકડા દર્શાવે છે કે વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૯૪૭ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૯૭૭ કરોડની રકમ પાછી ખેંચી લેવામાં  આવી છે. આની સાથે જ પહેલી ઓક્ટોબરથી ચોથી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં કુલ ૩૯૨૪ કરોડની રકમ પાછી ખેંચી લેવામાં આવી છે.

              કેન્દ્ર સરકારે  હાલમાં કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા બાદ  પણ શેરબજારમાં પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે.  સરકારે એવી જાહેરાત પણ કરી હતી કે વધારી દેવામાં આવેલા ટેક્સ સરચાર્જને પણ કેપિટલ ગેઇન પર લાગુ કરવામાં આવનાર નથી. આના કારણે વિદેશી રોકાણકારોએ મોટી રાહત મળી ગઇ હતી. સાથે સાથે માર્કેટ રેગ્યુલેટર સેબીએ એફપીઆઇ માટે કેવાયસી ધારાધોરણને વધારે સરળ બનાવી દીધા હતા. કેન્દ્ર સરકારે હાલમાં કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

        નાણામંત્રીની આ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ પહેલા એફપીઆઈએ ઓગસ્ટ મહિનામાં ૫૯૨૦.૦૨ કરોડ પાછા ખેંચી લીધા હતા. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.

આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠલવાયા હતા.

FPI દ્વારા વેચવાલી....

*   વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબરના માત્ર ત્રણ કારોબારી સેશનમાં ૩૯૨૪ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*   પહેલીથી ચોથી ઓક્ટોબર દરમિયાન રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૯૪૭ કરોડ પાછા ખેંચ્યા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૯૭૭ કરોડ પાછા ખેંચાયા

*   મૂડીરોકાણકારો ફરી એકવાર વેચવાલીના મૂડમાં આવ્યા

*   કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકાના ઘટાડા અને વધારાયેલા ટેક્સ સરચાર્જને કેપિટલ ગેઇન પર લાગૂ નહીં કરવા નિર્ણયની કોઇ અસર ન થઇ

*   બજારમાં સ્થિતિમાં સુધારો થવાના હજુ સંકેત

*   સપ્ટેમ્બર મહિનામાં ૭૮૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું

*   મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*   એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*   ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૬ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:00 pm IST)