મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

કલમ ૩૭૦ની નાબૂદીને બે મહિનાનો સમય ગાળો પૂર્ણ

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો : મહેબુબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા સહિત મોટા લીડરો નજરકેદમાં

શ્રીનગર, તા. ૫ : કેન્દ્રની મોદી સરકાર દ્વારા કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ આજે બે મહિનાનો ગાળો પૂર્ણ થઇ ચુક્યો છે. બે મહિનાના ગાળામાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ત્રાસવાદી હુમલાઓ ઘટ્યા છે. કટ્ટરપંથીઓ ઉપર અંકુશ મુકવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ધીમે ધીમે વિકાસની ગતિવિધિ તીવ્ર બની રહી છે. મહેબુબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા સહિત તમામ મોટા નેતાઓ હજુ પણ નજરકેદમાં રાખવામાં આવ્યા છે. બે મહિનાના ગાળા બાદ પણ કેટલીક જગ્યાઓએ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાં કઠોર ધારાધોરણ લાગૂ કરાયા હતા. મોટા નેતાઓને બાનમાં પકડી લેવાયા હતા. રાજ્યના બંધારણીય દરજ્જાના મુદ્દા ઉપર પગલા લેવામાં આવ્યા હતા. જો કે, હવે સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરના વિકાસ માટે શ્રેણીબદ્ધ પગલાઓ જાહેર કરવામાં આવી ચુક્યા છે. હજુ પણ નવા પગલા લેવાઈ રહ્યા છે. સ્થિતિને સામાન્ય કરવા દરરોજ નવી પહેલ થઇ રહી છે.

(12:00 am IST)