મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

પશ્ચિમ બંગાળમાં હનુમાન બનીને પ્રચાર કરનારા ભાજપના પ્રચારક નિભાસ સરકારે આપઘાત કર્યો

નિભાસ સરકારે ઘરના બાથરુમમાં જઈને ઝેર ગટગટાવી લીધું

કોલકતા : પશ્ચિમ બંગાળમાં ભાજપે તૃણમુલ કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ભારે ટક્કર આપી હતી. ભાજપના એક એવા કાર્યકર કે પ્રચારક જે હનુમાનના સ્વરુપમાં લોકો વચ્ચે જતા અને પ્રચાર કરતા હતા. તેઓએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે.

પશ્ચિમ બંગાળના અધ્યક્ષે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો નિભાસ સરકારનો અપલો઼ કર્યો હતો. તેઓએ  નાદિયા જિલ્લાના રાનાઘાટમાં આત્મહત્યા કરી લીધી છે. નિભાસ સરકાર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તા અને જાત્રા આર્ટિસ્ટ પણ હતા.

   નિભાસ સરકારે ઘરના બાથરુમમાં જઈને ઝેર ગટગટાવી લીધું તેવી માહિતી તેમના ભાઈ દ્વારા આપવામાં આવી છે. તેમના ભાઈએ એવું પણ કહ્યું કે નિભાસ પોતાના જીવનથી દુખી થઈ ગયા હતા. નિભાસને બચાવવા માટે હોસ્પિટલ લઈ જવાયા પણ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. તેમના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે આ પારિવારીક મામલો છે.

(12:00 am IST)