મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

પાકમાં થતા રોગો વિષે ખેડૂતોને વિનામૂલ્ય જાણકારી આપતી એપ બનાવીઃ ખરી ગયેલા પાંદડાઓ સહિતના વેસ્ટમાંથી રીન્યુઅલ એનર્જી ઉત્પન્ન કરતું ઉપકરણ બનાવ્યું: ઇન્ડિયન અમેરિકન ૧૬ વર્ષીય નેઇલ દેશમુખ તથા માનસા મેન્દુ ''ગ્લોરીઆ બેરોન પ્રાઇઝ ફોર યંગ હીરોઝ ૨૦૧૯'' થી સન્માનિત

ઓહિયોઃ યુવાનોને સમાજ ઉપયોગી સંશોધનો માટે પ્રોત્સાહિત કરતા નોર્થ અમેરિકાના ''ગ્લોરીઆ બેરોન પ્રાઇઝ ફોર યંગ હીરોઝ''ના ૨૦૧૯ની સાલના વિજેતાઓમાં ૨ ઇન્ડિયન અમેરિકન યુવાએ સ્થાન મેળવ્યું છે.

આ ર ઇન્ડિયન અમેરિકનમાં પેન્સિલ્વેનિઆ સ્થિત ૧૬ વષી૪ય યુવાન નેઇલ દેશમુર્થી તથા ઓહિયો સ્થિત ૧૬ વર્ષીય યુવતિ માનસા મેન્દુનો સમાવેશ થાય છે.

નેઇલ દેશમુખએ ખેડુતો માટે પાર્કમાં થતા રોગોની જાણકારી તથા ઇલાજ માટે એપ વિકસાવી છે. જયારે માનસાએ ખરી ગયેલા પાંદડા સહિતના વેસ્ટમાંથી રીન્યુઅલ એનર્જી વિદ્યુત ઉત્પન્ન કરવાની જાણકારી રજુ કરી છે.

(10:21 pm IST)