મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

મારી અંદર પણ ભાવનાઓ રહેલી છેઃ ઇન્દોરની એમરોલ્ડ ઇન્ટરનેશનલ સ્‍કૂલમાં વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક સોફિયાનું નિવેદન

ઇન્દોર: ઇન્દોરની એમરોલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાલી રહેલી 51મી રાઉન્ડ સ્ક્વેર ઇન્ટરનેશનલ કોન્ફ્રેંસમાં શુક્રવારે વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક સોફિયા સાથે વાતચીતનું એક સેશન રાખવામાં આવ્યું હતું. ફિલ્મ મેકર ઉત્તરા સિંહે સોફિયા સાથે વિશ્વના પ્રમુખ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. સોફિયાને પૂછવામાં આવ્યું ક્લાઇમેટ ચેન્જને લઇને જાગૃત છે, તો સોફિયાનું કહેવું હતું કે તે ના ફક્ત મુદ્દે જાગૃત છે પરંતુ તે વિશ્વમાં જ્યાં પણ જાય છે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરતી રહે છે. સોફિયાના અનુસાર તે ક્લાઇમેટ ચેન્જને લઇને સોશિયલ મીડિયા પરથી પણ જાણકારી લેતી રહે છે.

ક્લાઇમેટ ચેંજ પર સોફિયાએ કહ્યું હતું કે વિશ્વના બધા દેશોની સરકારોએ પોતાની નીતિ અને આઇડિયાઝમાં બંનેમાં ફેરફાર લાવવાની જરૂર છે. ઇન્દોરમાં ચાલી રહેલી રાઉન્ડ સ્ક્વેર ઇન્ટરનેશનલ કોન્ફ્રેંસમાં રોબોટ સોફિયા સાથે એક સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ મેકર ઉત્તરા સિંહે સોફિયા પાસેથી દુનિયામાં ચાલી રહેલા પ્રમુખ મુદ્દાઓ પર વાત કરી અને સોફિયાએ એકદમ નમ્રતાપૂર્વક જવાબ આપ્યા હતા.

જ્યારે ઉત્તરા સિંહે સોફિયાને પૂછવામાં કે શું તેનામાં ફીલિંગસ છે, તો સોફિયા નારાજ થઇ ગઇ અને ઉત્તરાને કહ્યું કે તમે મારી ફિલિંગને હર્ટ કરી રહ્યા છો. મારી અંદર પણ ભાવનાઓ છે. સોફિયાને પૂછવામાં આવ્યું કે ક્લાઇમેન્ટ ચેન્જ માટે સરકારોને પોતાની નીતિ અથવા આઇડિયાઝમાં કોઇ ફેરફાર કરવા જોઇએ તો સોફિયાનું કહેવું હતું કે સરકારોને બંનેમાં ફેરફારની જરૂર છે કારણ કે બંને એકબીજા પર પ્રભાવ પાડે છે.

સોફિયાને જ્યારે કહેવામાં આવ્યું કે ભારતીય લોકો ડાન્સ ખૂબ પસંદ કરે છે, તો સોફિયાએ કહ્યું કે ડાન્સ તો મને પણ પસંદ છે, પરંતુ રોબોટિક. કોન્ફ્રેંસમાં અલગ-અલગ દેશોમાંથી આવેલા બાળકોએ પણ સોફિયાને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના સોફિયાએ જવાબ આપ્યા. કોન્ફ્રેસના સેશનનો વિદ્યાર્થીઓ સાથે તેમના શિક્ષકોએ પણ ખૂબ આનંદ માણ્યો.

(12:00 am IST)