મુખ્ય સમાચાર
News of Saturday, 6th October 2018

માઠા દિવસો... મેઘરાજાએ આપ્યો 'દગો' : ૨૧.૩૮ ટકા ભારત સુક્કુભઠ્ઠ

ચોમાસુ પત્યું નથી ત્યાં દુષ્કાળના ડાંકલા : ૨૦૧૬ - ૨૦૧૭ કરતા પણ ખરાબ સ્થિતિઃ ૧૩૪ જિલ્લાઓ સામાન્યથી ભારે દુષ્કાળના જડબામાં : ૨૨૯ જિલ્લામાં હળવો દુષ્કાળ : મહારાષ્ટ્રમાં બિહામણી સ્થિતિ

પુના તા. ૬ : ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં આપેલા નવા આંકડાથી સામે આવ્યું છે કે ચોમાસા પહેલા દેશમાં સારો વરસાદ પડવાની આશા જે સેવાતી હતી તે બિલકુલ ઠગારી નીવડી છે. સમગ્ર દેશમાં જોવામાં આવે તો ૨૧.૩૮% વિસ્તારમાં વરસાદ સાવ પડ્યો જ નથી. આ વખતે ચોમાસા બાદ દુષ્કાળની સ્થિતિ વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ કરતા પણ વધારે ખરાબ છે. લગભગ ૧૩૪ જેટલા જિલ્લાઓ સમાન્યથી અતિભારે દુષ્કાળ પ્રભાવિત છે.

હવામાન વિભાગ દ્વારા તૈયાર કરાતો આ ઇન્ડેકસ દુષ્કાળ માટે નેગેટિવ અને પૂરતા વરસાદ માટે પોઝિટિવ હોય છે. જેના મુજબ દેશના લગભગ ૨૨૯ જેટલા જિલ્લાઓમાં સામાન્ય જેટલો વરસાદ રહ્યો છે. જે આ સીઝનનો કુલ ૪૩.૫૧% છે. જયારે ગત વર્ષે દેશનો ૧૭.૭૮% વિસ્તાર જ સમાન્યથી અતિ ભારે દુષ્કાળગ્રસ્ત હતો અને ૨૦૧૬માં ફકત ૧૨.૨૮% જ વિસ્તાર આ કેટેગરીમાં આવતો હતો.

હવામાન વિભાગના ડેટા મેનેજમેન્ટ હેડ પલક ગુહાઠાકુર્તાએ કહ્યું કે, 'આ ચોમાસામાં દુષ્કાળ જેવી સ્થિતિવાળો વિસ્તાર ૨૧% કર્યો છે જેમાંથી ૫.૪૫% વિસ્તારમાં ગંભીર દુષ્કાળ અને ૨.૦૮% ભાગમાં ખૂબ દુષ્કાળ છે.'

વિભાગના ડેટમાં લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકના જિલ્લાઓમાં ગંભીર દુષ્કાળથી લઈને વધારે દુષ્કાળની સ્થિતિ જોવા મળી છે. જયારે મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં ભયંકર દુકાળની સ્થિતિ આવી શકે છે. જેમાં સતારા, સોલાપુર, ઔરંગાબાદ, જાલના, બુલધાના વગેરે જિલ્લા છે. તો દુકાળની સૌથી ખરબ સ્થિતિ લક્ષદ્વીપ, અુણાચલ પ્રદેશ, બિહાર, મેઘાલય અને ત્રિપુરામાં રહી છે. મહારાષ્ટ્રમાં દુકાળની સ્થિતિ ઇંડેકસ પર ૧.૪૨ દર્શાવે છે જે ખરેખર ખૂબ ગંભીર છે.(૨૧.૨૮)

(3:55 pm IST)