મુખ્ય સમાચાર
News of Friday, 6th September 2019

ફેમા કેસ : જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની આકરી પુછપરછ

ગયા વર્ષે તેમના આવાસ પર સર્ચ બાદ ઇડી દ્વારા ઉંડી તપાસ : એન્ફોર્સમેન્ટ દ્વારા નરેશ ગોયલની પુછપરછ કરવામાં આવતા કોર્પોરેટ જગતમાં ચકચાર : ઇડીની ઝોનલ ઓફિસમાં નરેશ ગોયલનુ વિધિવતરીતે લેવાયેલ નિવેદન

મુંબઇ,તા. ૬ : કેન્દ્રિય તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની આકરી પુછપરછ કરવામાં આવતા કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમની પુછપરછને લઇને ઇડી દ્વારા વધારે માહિતી આપી નથી. જો કે સુત્રોએ કહ્યુ છે કે ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ હેઠળ  ગોયલનુ નિવેદન નોંધવામાં આવ્યુ છે. કેન્દ્રિય તપાસ સંસ્થા (ઇડી)ની મુંબઇ ખાતેની ઝોનલ ઓફિસમાં ગોયલનુ નિવેદન નોંધવામાં આવ્યુ છે. તેમની સામે કેટલાક પ્રકારના આરોપ રહેલા છે. ઓગષ્ટ મહિનામાં નરેશ ગોયલના મુંબઇ આવાસ, તેમની ગ્રુપની કંપનીઓ અને અન્યત્ર ઇડી દ્વારા વ્યાપક તપાસ કરવામાં આવી હતી. જેટ એરવેઝના કારોબારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઇડીના સકંજામાં આવી ગયા હતા. દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ જેટની પ્રતિષ્ઠાને એ વખતે મોટો ફટકો પડ્યો હતો. વિતેલા વર્ષોમાં પણ જેટની સામે કેટલાક પ્રકારના આરોપ થઇ ચુક્યા છે.

        તપાસ સંસ્થાઓના અધિકારીઓએ કહ્યુ છે કે જેટના સામ્રાજ્ય દ્વારા કુલ ૧૯ જેટલી ખાનગી રીતે જાળવી રાખવામાં આવેલી કંપનીઓ છે. જે પૈકી ૧૪ જેટલી કંપનીઓ વિદેશમાં નોંધાયેલા છે. તપાસ સંસ્થાના અધિકારીઓ તમામ પ્રકારની માહિતી મેળવી લેવા માટે કટિબદ્ધ  છે.  હાલમાં પાસ સંસ્થા ઇડી અને સીબીાઇ ભ્રષ્ટાચાર અને અન્ય નાણાંકીય ગેરરિતીના કેસોમાં જોરદાર રીતે તપાસ કરી રહી છે. અનેક મોટા માથા તપાસ સંસ્થાઓના સકજામાં આવી ચુક્યા છે. જેમાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમ, ડીકે શિવકુમાર અને અમિત જોગીનો સમાવેશ થાય છે. ચિદમ્બરમ છેલ્લા કેટલાક સમયથી કાયદાકીય સંકજામાંથી દુર રહ્યા બાદ હવે કાનુનના સકંજામાં આવી ગયા છે. ચિદમ્બરમ સામે સુપ્રીમ કોર્ટે કઠોર વલણ અપનાવીને તેમની જામીન માટેની અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ તિહાર જેલમાં  પહોંચી ચુક્યા છે. આ સુચના મુજબ જ જેટ એરવેઝના સ્થાપાક નરેશ ગોયલ એન્ફોર્સમેન્ટના અધિકારીઓની સામે ઇડીની ઢોનલ ઓફિસમાં હાજર થઇ ગયા હતા. ત્યારબાદ તેમનુ નિવેદન લેવામાં આવ્યુ હતુ. તેમનુ નિવેદન લેવામાં આવ્યુ ત્યારે તેમની સામે કેટલાક તેમના વરિષ્ઠ સભ્યો અને વકીલો હાજર રહ્યા હતા. જેટના સ્થાપક નરેશ ગોયલ તરફથી આ સંબંધમાં કોઇ પ્રતિક્રિયા હજુ ુસધીૂ આપવામાં આવી નથી. જો કે કોર્પોરેટ જગતમાીં તેની ચર્ચા જોવા મળી રહી છે. આજે શેરબજારના કારોબાર દરમિયાન જેટના સ્થાપકની પુછપરછના સમાચારની ચર્ચા કારોબારીઓમાં રહી હતી.

      જેથી જેટના શેરમા ંપણ ભારે ઉતારચઢાવની સ્થિતી જોવા મળી હતી. ઉડ્ડયન કંપનીઓ હાલમાં પહેલાથી  કેટલાક પ્રકારની નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે ત્યારે જેટના સ્થાપકની પુછપરછ કરવામાં આવી હતી. જેટની નાણાંકીય કટોકટી વચ્ચે હાલમાં પેકેજ મેળવી લેવા માટે નરેશ ગોયલ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે તેમને આમાં સફળતા મળી ન હતી. જેટમાં વિદેશી કંપનીઓ પણ હિસ્સો ધરાવે છે. ગોયલે પોતાના હિસ્સાના શેર પણ વેચી દીધા હતા. જો કે જેટની સ્થિતી હાલમાં સારી દેખાઇ રહી નથી. પાયલોટ અને ગ્રાઉન્ડ સ્ટાફમાં ચિતા છે. 

(7:39 pm IST)