મુખ્ય સમાચાર
News of Thursday, 6th September 2018

ભારત અમેરિકા વચ્ચેની ટુ પ્લસ ટુ મંત્રણા શરુ : સંરક્ષણ તથા વ્યવસાય ક્ષેત્રે અમેરિકા તથા ભારતના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીઓ ચર્ચા કરશે : રશિયા પાસેથી શસ્ત્રો અને ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની બાબત મુખ્ય મુદ્દો

ન્યુ દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચેની ટુ પ્લસ ટુ ફોર્મ્યુલા માટેની પ્રથમ મંત્રણા આજરોજ ન્યુદિલ્હી ખાતે શરૂ થઇ ગઈ છે.જેમાં આતંકવાદ, ઈરાન સાથે ક્રુડ ઓઈલ આયાત પર અમેરિકાના પ્રતિબંધ, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં રક્ષા સહયોગ અને પ્રવાસન જેવા મુદ્દાઓ ફોકસ હશે. વેપાર આસાન બનાવવા માટે એસટીએ-વન પર વાતચીત થશે. એસ-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે રશિયાની સાથે 40 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારતની યોજના પર પણ વાતચીત થઈ શકે છે. ભારત પહેલાંજ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તેઓ અમેરિકાના દબાણમાં રશિયા અને ઈરાન સાથે ડીલ કરવા પર પાછળ નહીં હટે.

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પે 2017 માં વોશિંગ્ટનમાં પોતાની મુલાકાત દરમિયાન વર્ષમાં બે વખત ટુ પ્લસ ટુ મંત્રણા યોજવા નિર્ણય લીધો હતો.

(11:52 am IST)