મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

વંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના

ચીનથી આવનારા 233 ભારતીય નાગરિકોમાંથી મોટે ભાગે વિદ્યાર્થીઓ

 

ગુઆંગઝૌ : કોરોનો વાયરસ પ્રતિબંધોને કારણે ચીનમાં ફસાયેલા 233 ભારતીય નાગરિકો ગુરુવારે ભારત આવવા ત્યાંથી રવાના થયા છે. અંગે ગુઆંગઝૌમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે, 233 ભારતીય નાગરિકો, જેમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ છે. વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉન દરમિયાન અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા એર ઇન્ડિયાના સહયોગથી 'વંદે ભારત મિશન' શરૂ કર્યું હતું. 6ઠ્ઠી મેથી શરૂ થયેલા મિશનના પાંચમા તબક્કાની કામગીરી હાલમાં ચાલી રહી છે. મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 9 લાખ 39,000થી વધુ ફસાયેલા ભારતીયોને વિવિધ માધ્યમ હેઠળ ઘરે પરત લાવવામાં આવ્યા છે.

(11:49 pm IST)