મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

રિલાયન્સ બની વિશ્વની બીજા નંબરની મોટી બ્રાન્ડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફયૂચર બ્રાન્ડ લિસ્ટ ૨૦૨૦માં મેળવ્યું સ્થાન : વધુ એક સફળતા મેળવી : કંપનીનું માર્કેટ કેપ ૧૪ લાખ કરોડને પાર પહોંચ્યુ : પ્રથમ નંબરે એપલ

મુંબઇ તા. ૬ : જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક સફળતા મેળવી લીધી છે. જી હા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફયુચરબ્રાન્ડ લિસ્ટ ૨૦૨૦માં બીજું સ્થાન મળ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ સફળતા એવા સમયમાં હાંસલ થઈ છે, જયારે કંપનીનું માર્કેટ કેપ ૧૪ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે અને કંપની હાલ દેવામુકત થઈ ગઈ છે. તો રિલાયન્સના શેરનો ભાવ પણ ૨૨૦૦ રૂપિયાના સ્તર પર છે.

ફયુચર બ્રાન્ડના રિપોર્ટમાં કહેવાયું છે કે રિલાયન્સની સફળતાનું શ્રેય મુકેશ અંબાણીને મળે છે. તેઓએ કંપનીને નવી ઓળખ આપી છે. આજે કંપની પેટ્રોરસાયણમ, વીજળી, કપડાં, પ્રાકૃતિક સંસાધન, દૂર સંચાર જેવા વિસ્તારોમાં કામ કરી રહી છે. એટલું જ નહીં ગૂગલ અને ફેસબુકે પણ કંપનીમાં ભાગીદારી કરી છે. એટલું જ નહીં રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝ દરેક માપદંડ પર ખરી ઉતરી છે. તે ભારતની સૌથી વધારે નફો કરનાર કંપનીઓમાંની એક છે. ઙ્ગ

લિસ્ટમાં પહેલા નંબરે એપલ, ત્યારબાદ રિલાયન્સ અને ત્રીજા નંબરે સેમસંગ છે. ૪થા ક્રમે એનવીડિયા, ૫માં ક્રમે મોતાઈ, ૬ઠ્ઠા ક્રમે નાઈકી, ૭માં ક્રમે માઈક્રોસોફટ, ૮માં ક્રમે એએસએમએલ, ૯માં ક્રમે પેપાલ અને નેટફિલકસ ૧૦મો ક્રમ ધરાવે છે.

(3:09 pm IST)